સ્થાનિક મામલતદાર હાઇવે પર જતા એકલ દોકલ ટ્રક પકડી હવાતિયાં માટે છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ ચાલતા ખનિજ ચોરી સામે તંત્ર હંમેશા આંખ આડા કાન રાખીને બધું જ ચાલવા દેવામાં રાજી છે ત્યારે ધ્રાંગધ્રા પંથકમાંથી નીકળતો અતિ કિંમતી અને દેશ વિદેશમાં જેની ખુબજ માંગ તેવો ધ્રાંગધ્રા પહથ્થરની પણ અહીં બેફામ ખનિજ ચોરી થઈ રહી છે જેમાં ધ્રાંગધ્રા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી સરકારી ખરાબ અને ગૌચરમાં ખોદી પેટાળમાંથી કાઢવામાં આવતા પથ્થર ખનન સામે પણ તંત્ર પાંગળું સાબિત થયું છે. આ પથ્થર ખનન અટકાવવા જિલ્લાનું ખાણ ખનીજ વિભાગ નિષ્ક્રિય છે સાથે સ્થાનિક મામલતદારને પણ પથ્થરનું ખનન અટકાવવાની એટલી જ જવાબદારી છે પરંતુ સ્થાનિક મામલતદાર દ્વારા ક્યારેક હાઈવે પર જતા એકલ દોકલ ગેરકાયદે પથ્થર ભરેલા ટ્રકો ઝડપી રોયલ્ટી નહીં હોવાથી સામાન્ય દંડ આપી ટ્રકોને જપ્ત કરે છે જ્યારે ખરેખર જ્યાંથી પથ્થરનું ગેરકાયદે ખનન થતું હોય તે સ્થળ પર દરોડો કરવાની હિંમત મામલતદાર પાસે નહીં હોય તેવું લાગી રહ્યું છે.
- Advertisement -
એટલું જ નહીં ધ્રાંગધ્રા આજુબાજુ વિસ્તારમાં પથ્થર કટીંગ કરવાના 40થી વધુ કટીંગ મશીનો ચાલી રહ્યા છે પરંતુ આ સ્થાનિક મામલતદારને આ કટીંગ મશીનો સરકારી નિયમો મુજબ ચાલી રહ્યા છે કે કેમ ? તે અંગે તપાસ કરવાની તસ્દી પણ લેવાઈ નથી. ત્યારે એક તરફ ચોટીલા પ્રાંત અધિકારી જે પ્રકારે ખનન રોકવા માટે અનેકો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે આ તરફ ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી અને મામલતદાર પથ્થરના ગેરકાયદે ખનન સામે મૂકપ્રેક્ષક બનીને બેઠા હોવાથી પથ્થરના ખનિજ માફિયાઓને વધુ હિંમત પ્રદાન કરે તેવો ઘાટ સર્જાય છે ત્યારે જો આ પ્રકારે હજુય પથ્થરનું ગેરકાયદે ખનન આવતા વર્ષોમાં યથાવત રહ્યું તો દેશ વિદેશમાં પ્રસિધ્ધિ મેળવેલ ધ્રાંગધ્રા પથ્થરની ખનિજ સંપતિ પૂર્ણ થઈ જશે અને આ તમામ ખનિજ પૂર્ણ થયા બાદ સરકારની તિજોરીને પણ મોટું નુકશાન થાય તેમ છે.