રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના મનપસંદ ન્યુઝપેપરના ઉપ-સંપાદક એા સારેવાની સંદિગ્ધ રૂપે મૃત્યુ થઇ ગઇ છે. પુતિનના સમર્થક ન્યુઝપેપર કોમસોમોલેસ્કેયા પ્રાવ્દાની ઉપ-સંપાદક 35 વર્ષના એના સારેવાની મોત મોસ્કોની તેમના એપાર્ટમેન્ટમાં મૃત્યુ થઇ હતી. સોશ્યલ મીડિયા પર દાવો કર્યો હતો કે એનાની મોતથી ઠીક એક વર્ષ પહેલા ન્યુઝપેપરના સંપાદકની મોત પણ સંદિગ્ધ રીતથી મૃત્યુ થઇ હતી.
હદયની ગતિ રોકવાના કારણે મૃત્યુ
એનાના પિતાએ જણાવ્યું કે, કેટલાક દિવસો પહેલા તેમનો સંપર્ક થઇ રહ્યો નહોતો જેના કારણે તેઓ રૂબરૂ મળવા પહોંચ્યા હતા. ઘરે પહોંચ્યા પછી તેમને એનાનો મૃતદેહ મળ્યો હતો. તેમણે જણાવ્યું કે, એપાર્ટમેન્ટમાં તોડફોડના નિશાન જોવા મળ્યા નથી અને નાતો હિંસક મોતના કોઇ સંકેત મળ્યા નથી. એનાને શ્વસન સંબંધી બિમારી થઇ ગઇ હતી અને છેલ્લા કેટલાક દિવસોથી તેમને તાવ આવતો હતો. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, એનાની મૃત્યુ હદયની ગતિ રોકવાના કારણે મૃત્યુ થઇ હતી.
- Advertisement -
એક વર્ષ પહેલા ન્યુઝપેપરના મુખ્ય સંપાદકની મોત થઇ હતી
ગયા વર્ષ એનાના બોસ અને પુતિન સમર્થક ન્યુઝપેપરના મહાનિર્દેશક અને મુખ્ય સંપાદક 68 વર્ષના વ્હાદિમીર સુંગોર્કિનની મોત હદયનો હુમલો આવવાથી થઇ હતી. જો કે, છેલ્લે ડોકટરી રિપોર્ટમાં તેમણે શંકાસ્પદ મૃત્યુ ગણાવતા ખુલાસો કર્યો કે, તેમની મોત શ્વાસ સંબંધી સમસ્યાના કારણે થઇ હતી.
ઉલ્લેખનીય છે કે, એના સેરવાએ આ વર્ષ કન્ટેન્ટનો ઇન-ચાર્જ બનાવવામાં આવ્યો હતો. કોમસોમોલેસ્કેયા પ્રવ્દા વેબસાઇટ રૂસની સૌથી મોટી ન્યુઝ વેબસાઇટ છે, જેના 83.9 મિલિયનથી પણ વધારે વાંચકો છે.