મૂળીના ખંપાળીયા ગામના યુવાનનું શંકાસ્પદ મોત થતાં ચકચાર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
ગુજરાતની મોટાભાગે જેલમાં ક્ષમતા કરતા વધુ કેદી હોવાનો હાલમાં જ ખુલાસો સામે આવ્યો હતો તેવામાં સુરેન્દ્રનગર સબ જેલમાં પણ ક્ષમતા કરતા વધુ કેદીઓ હોવા અને વારંવાર આ સબજેલ વિવાદોથી ઘેરાયેલી રહે છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાની સબજેલમાં કેદીનું શંકાસ્પદ મોત થવાના લીધે વધુ એક વખત વિવાદમાં આવી છે જેમાં મૂળ મૂળી તાલુકાના ખંપાળીયા ગામના બાબુભાઈ મોહનભાઈ બાવળિયા હત્યાના ગુન્હામાં આશરે ત્રણેક મહિનાથી સુરેન્દ્રનગર જિલ્લાની સબજેલમાં કેદી તરીકે સજા કાપતા હતા જેઓનું રવિવારે રાત્રીના સમયે અચાનક મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. કેદીનું અચાનક શંકાસ્પદ મોત થયાનું સામે આવતા ચકચાર મચી ગયો હતો. આ તરફ કેદીના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે ખસેડી પીએમ રિપોર્ટ બાદ જ મોતનું સચોટ કારણ જાણી શકાસે. ત્યારે હાલ કેદીના મોત મામલે તરહ તરહની ચર્ચાઓ પણ સંભાળવા મળી રહી છે.
- Advertisement -