કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટર મારફતે તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલીના જાફરાબાદના દરીયામાં એક શંકાસ્પદ બોટ જોવા મળી હોવાની વિગતો સામે આવી હતી. જાફરાબાદના દરીયાના 20 નોટિકલ માઇલ દૂર એક અજાણી શંકાસ્પદ બોટ જોવા મળી હતી. અને માછીમારોએ આ શંકાસ્પદ બોટને રોકવાનો પ્રયાસ કરતા બોટ ફરાર થઈ હતી. જોકે તુરંત માછીમારોએ વાયરલેસ મારફતે બોટ એસોસિયેશન પ્રમુખ કનૈયાલાલ સોલંકીને જાણ કરી હતી. જે બાદ બોટ એસોસિયેશન દ્વારા કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી હતી. કોસ્ટગાર્ડ દ્વારા હેલીકોપ્ટર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. દરીયાઈ સુરક્ષાને ધ્યાને લઇને જાફરાબાદ બંદરના માછીમારોને ફિશરીઝ વિભાગ દ્વારા દરીયો ન ખેડવા સુચના આપી હતી. અને તમામ માછીમારો પર બોલાવા માટે આદેશ આપ્યા હતાં. આ ધટનાને લઇ ધારાસભ્ય હીરાભાઇ સોલંકી પણ બંદર ખાતે પહોંચ્યા હતાં. વાયરલેસ મારફતે મધદરિયે માછીમારો સાથે વાતચીત કરી હતી. અને અંદરથી સ્થિતિ અને શંકાસ્પદ બોટ અંગેની માહિતી મેળવી હતી. હાલ કોસ્ટગાર્ડ દ્વારા શંકાસ્પદ બોટને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે હજુસુધી બોટ અંગે કોઈ માહિતી આવી નથી. દરીયાઇ સીમામાં શંકાસ્પદ બોટને લઇ હલચલ જોવા મળી હતી.