16 હજાર લિટર જેટલો બાયોડીઝલના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી જખઈ દ્વારા વારંવાર દરોડા કરતા સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા છતી થઇ છે. ત્યારે વધુ એક વાર ચોટીલા ખાતે ગાંધીનગર વિજિલ્યન્સ દ્વારા શંકાસ્પદ બાયોડિઝલનો મોટી જથ્થો ઝડપી લીધો હતો. જેમાં જાણવા મલ્ટી વિગતો અનુસાર ચોટીલા ખાતે ગાંધીનગર જખઈની ટીમ દ્વારા ગઈ કાલે મોડી રાત્રે દરોડો કર્યો હતો જેમાં 16 લીટર જેટલો શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો કિંમત રૂપિયા 25 લાખથી વધુનો ઝડપી લેવાયો હતો.
- Advertisement -
આ દરોડામાં બે શખ્સો પણ ઝડપાયા છે જ્યારે છેલ્લા કેટલાક સમયથી ચોટીલા પંથકમાં મોટા પ્રમાણમાં બાયોડિઝલનું વેચાણ થઈ રહ્યું હોય જેની સામે સ્થાનિક પોલીસ સહિત જિલ્લાની મુખ્ય બ્રાન્ચ દ્વારા પણ કોઈ કાયદેસર કાર્યવાહી નહિ કરવામાં આવતા હવે જ્યારે ગાંધીનગર જખઈ ટીમ દ્વારા દરોડો કરતા આટલો શંકાસ્પદ બાયોડીઝલનો મોટો જથ્થો ઝડપી પાડયો છે ત્યારે ખરેખર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ નિષ્ક્રિય હોવાની વાત સામે આવી છે.