જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા કમિટીએ સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો, સુપ્રીમ કોર્ટે કમિટિનો રિપોર્ટ કેન્દ્રને મોકલ્યો અને કહ્યું સરકારે આ અંગે પગલાં લેવા જોઈએ
PM મોદીની સુરક્ષામાં ચૂક મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા કમિટીએ પંજાબના કેટલાક અધિકારી અને પોલીસ અધિકારીઓને પીએમની સુરક્ષામાં ક્ષતિઓ માટે જવાબદાર ઠેરવ્યા છે. આ દરમ્યાન સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની સમિતિએ અહેવાલ વાંચ્યો કે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ફિરોઝપુર એસએસપી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહ્યા છે. તેઓ પૂરતા ફોર્સ ઉપલબ્ધ હોવા છતાં સુરક્ષા આપવામાં નિષ્ફળ ગયા. તેમને 2 કલાક પહેલા જાણ કરવામાં આવી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે રસ્તે પ્રવેશ કરશે. CJIએ કહ્યું કે અમે રિપોર્ટ સરકારને મોકલી રહ્યા છીએ. સરકારે આ અંગે પગલાં લેવા જોઈએ.
- Advertisement -
The committee set-up by the Supreme Court suggests remedial measures to strengthen the security of Prime Minister. Supreme Court says it will send the report to the government so that steps are taken.
— ANI (@ANI) August 25, 2022
- Advertisement -
જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની આગેવાની હેઠળની સમિતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિને લઈને પોતાનો રિપોર્ટ કોર્ટને સોંપ્યો છે. કમિટીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પીએમ મોદીની સુરક્ષાને લઈને બેદરકારીના આ સમગ્ર મામલામાં પંજાબ પોલીસના અધિકારીઓની બેદરકારી જોવા મળી છે.
નોંધનીય છે કે, PM મોદીની સુરક્ષામાં ચૂક મામલે 13 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે રિટાયર્ડ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં 5 સભ્યોની કમિટીની નિમણૂક કરી હતી. સુપ્રીમ કોર્ટે (SC) પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિઓની કાર્યવાહી પર રોક લગાવીને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા સાથે સંબંધિત તમામ દસ્તાવેજો પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો હતો.
PM security breach in Punjab in January 2022 | Supreme Court reads report filed by five-member Committee headed by a retired top court judge, Justice Indu Malhotra, as per which Ferozepur SSP failed to discharge his duty to maintain law and order. pic.twitter.com/1DoaKY1mFq
— ANI (@ANI) August 25, 2022
જોકે હવે આ વિશેષ સમિતિએ ફિરોઝપુરના એસએસપીને પણ વડાપ્રધાનની સુરક્ષામાં ક્ષતિ માટે જવાબદાર ઠેરવ્યા છે. રિપોર્ટની માહિતીને પોતાના સંજ્ઞાનમાં લીધા બાદ સુપ્રીમ કોર્ટે આગળની કાર્યવાહી માટે રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલી આપ્યો છે.