T20 World Cup 2026 ને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે પણ સુકાની પદ સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવ્યું છે. જ્યારે ઈશાન કિશનને ટીમમાં સ્થાન મળી ગયું છે. અક્ષર પટેલને વાઈસ કેપ્ટન પદ મળ્યું છે. જ્યારે ચોંકાવનારી વાત એ છે કે વન ડે અને ટેસ્ટના ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલને ટી-20 વર્લ્ડકપ માટેની ટીમમાં સ્થાન અપાયું નથી.
સંજુ સેમસનને તક, ગિલ બહાર
- Advertisement -
આ સાથે સંજુ સેમસનનું નામ પણ ચોંકાવનારું રહ્યું હતું કેમ કે તેને અનેકવાર ટીમમાંથી પડતું મૂકવામાં આવતું હતું. જોકે આ વખતે શુભમન ગિલને ચાન્સ ન મળતાં સંજુને તક આપવામાં આવી હતી. બીજી બાજુ વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવને સ્પિન એટેક તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
T20 વર્લ્ડ કપ માટેની ટીમ ઈન્ડિયા..
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન)
- Advertisement -
અભિષેક શર્મા
સંજુ સેમસન (વિકેટ કીપર)
તિલક વર્મા
હાર્દિક પંડ્યા
શિવમ દુબે
અક્ષર પટેલ (વાઈસ કેપ્ટન)
રિંકુ સિંહ
જસપ્રીત બુમરાહ
હર્ષિત રાણા
અર્શદીપ સિંહ
કુલદીપ યાદવ
વરુણ ચક્રવર્તી
વોશિંગ્ટન સુંદર
ઈશાન કિશન (વિકેટ કીપર)
ઈશાન કિશનને ‘લોટરી’ લાગી
મહત્ત્વનું એ છે કે ટી-20 વર્લ્ડ કપમાં ગુજરાતના દિગ્ગજ ખેલાડી અક્ષર પટેલને ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન બનાવાયા છે. જ્યારે ઈશાન કિશન કે જેણે તાજેતરમાં જ ઝારખંડને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT 2025) ની ચેમ્પિયન બનાવી હતી અને દમદાર પરફોર્મન્સ કરતાં ફાઈનલમાં શાનદાર સદી ફટકારી હતી તેનું ઈનામ મળ્યું છે. તેને ટીમ ઈન્ડિયાની વર્લ્ડકપ સ્કવૉડમાં સામેલ કરી લેવામાં આવ્યું છે.
BCCIએ યોજી હતી બેઠક
ટી-20 વર્લ્ડકપની ટીમ પસંદ કરવા માટે અજિત અગરકર, સૂર્યકુમાર યાદવ, આરપી સિંહ સહિતના સભ્યોની બીસીસીઆઈએ બેઠક યોજી હતી. જેમાં ટીમ પસંદગી અંગે નિર્ણય લેવામાં આવ્યા હતા.




