સોલાર સિસ્ટમ બંધ હોવાના લીધે મેન્ટેનન્સ નહીં થતા ખેડૂતોને આર્થિક ફટકો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સમૃધ્ધ બનાવવા માટે અનેક યોજનાઓનો લાભ આપવામાં આવે છે પરંતુ આ યોજના ક્યાંકને ક્યાંક ખેડૂતો માટે અભિશાપ સમાન સાબિત થાય છે આ પ્રકારની રાજ્ય સરકાર દ્વારા વીજ કંપની થકી સૂર્ય કિશન યોજના અંતર્ગત ખેડૂતોના ખેતરમાં સોલાર સિસ્ટમ વડે વીજ પૂરવઠો ઉત્પન્ન કરવામાં આવે છે અને આ વીજ પુરવઠો વીજ કામોની ખરીદી ખેડૂતો જેટલી વીજળી વપરાશ કરે તેને બાદ કરી વધારાના યુનિટ દીઠ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થાય છે પરંતુ ધ્રાંગધ્રા તાલુકાના ધોળી ગામે ખેડૂતોએ આ યોજનાનો લાભ લઈ આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. જેમાં ધોળી ગામના આશરે ત્રીસથી વધુ ખેડૂતો દ્વારા આ સૂર્ય શક્તિ કિશન યોજના અંતર્ગત પિતા પિતાના ખેતર અને વાડીઓમાં સોલાર પેનલ સિસ્ટમ ફિટ કરાવી હતી.
- Advertisement -
જેના સાત વર્ષ સુધી ખાનગી કંપની દ્વારા મેન્ટેનન્સ કરવાની જવાબદારી પણ હતી પરંતુ સોલાર સિસ્ટમ શરૂ કર્યાના માત્ર એકાદ બે વર્ષ સુધી બધું નિયમો મુજબ ચાલ્યું અને હવે છેલ્લા ત્રણેક વર્ષથી સોલાર સિસ્ટમ બંધ થતા કોઈ મેન્ટેનન્સ કરવા માટે કાળજી નહીં લેતા હવે ખેડૂતોને પોતાના બેંક ખાતામાં રૂપિયા જમા થવાને બદલે ઊલટાના વાર્ષિક રૂપિયા ભરવા પડે છે. આ યોજના અંતર્ગત નાખવામાં આવેલ સોલાર પેનલ સિસ્ટમ બંધ હોવા અંગે વીજ કંપનીને અનેક વખત રજૂઆત કરાઈ છે જેમાં મેન્ટેનન્સ કરી ખાનગી કંપનીનું ઉઠમણું થયું હોવાથી મેન્ટેનન્સ થતું નહીં હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે આ પ્રકારે ધોળી ગામે આશરે દશથી વધુ ખેડૂતો સરકારની સૂર્ય શક્તિ કિશન યોજનાનો લાભ લેતા આર્થિક ફટકો પડ્યો છે.