દેશ-દુનિયામાં પ્રકૃતિની વિસ્મયકારી ચાલ જોવા મળી રહી છે. રણપ્રદેશ દુબઈમાં ઘોડાપુર આવ્યા હતા, તો ભારતના મેદાની વિસ્તારોમાં એપ્રિલમાં જ લૂ વરસવા લાગી છે તો હિમાચલની પહાડીમાં એપ્રિલમાં જ બરફ પડી રહ્યા છે જયારે ઉતરાખંડના પહાડી ક્ષેત્રોમાં જંગલો ભડ ભડ સળગી રહ્યા છે. હિમાચલમાં શનિવારે બરફવર્ષા અને વરસાદથી 104 માર્ગો અને ત્રણ નેશનલ હાઈવે ઠપ્પ થઈ ગયા હતા. જયારે કાંગડામાં વરસાદના કારણે પુલ તણાઈ ગયો હતો.
આઈએમડીએ હિમાચલપ્રદેશના અનેક ભાગોમાં 22-23 એપ્રિલે વિજળી પડવા અને વાવાઝોડાનો યલો એલર્ટ જાહેર કરવામાં
આવ્યું છે.
જંગલોમાં આગ: ઉતરાખંડના કુમાઉમાં ઉચ્ચ હિમાલયી ક્ષેત્રોથી માંડીને મેદાન સાથે જોડાયેલા પહાડી ક્ષેત્રોમાં 15 જગ્યાએ જંગલો સળગી રહ્યા છે. પિથોરાગઢમાં બેરીનાગ ઝુલાઘાટ, ગંગોલીહાટમાં આગની ઘટનાઓ વધી રહી છે. બેરી નાગમાં અત્યાર સુધીમાં 20 હેકટર જંગલો સળગી ચૂકયા છે. જયારે નૈનીતાલ વન વિભાગના જંગલોમાં ત્રણ દિવસથી આગ ભડકી રહી છે.
- Advertisement -
બિહાર-ઝારખંડ સહિત 4 રાજ્યોમાં આજે હીટવેવનું એલર્ટ: MP-છત્તીસગઢ સહિત 26 રાજ્યોમાં વરસાદની શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22
હવામાન વિભાગે આજે દેશના 4 રાજ્યો માટે હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં રવિવારે તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું હતું.
- Advertisement -
ઝારખંડના પૂર્વ સિંઘભૂમના બહારગોરામાં સૌથી વધુ 46.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી, ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ 42 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું.
બીજી તરફ ઓડિશાના કેટલાક જિલ્લાઓમાં તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. હવામાનશાસ્ત્રીઓના મતે આગામી 3-4 દિવસ સુધી અહીં આવી જ સ્થિતિ રહેશે. દિલ્હીમાં પણ તાપમાનમાં વધારો થવાની શરૂઆત થઈ ગઈ છે. આજે અહીં તાપમાન 38 ડિગ્રીની આસપાસ પહોંચવાની આશંકા છે.
જો કે હવામાન વિભાગે પણ આજે દિલ્હીમાં ઝરમર ઝરમર વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. તે જ સમયે, કેટલીક જગ્યાએ ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા છે. આવી સ્થિતિમાં તાપમાનમાં ઘટાડો થશે અને લોકોને ગરમીથી રાહત મળશે. રવિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી નોંધાયું હતું.
દેશમાં ઉનાળાની સાથે સાથે 26 રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મહારાષ્ટ્ર, ગોવા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. રાજસ્થાનના જયપુર-બીકાનેરમાં આજે કરા સાથે વરસાદનું એલર્ટ રાજસ્થાનમાં રવિવારે હવામાન સામાન્ય રહ્યું હતું. મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. રાજ્યના તમામ શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. બાડમેરમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અહીં મહત્તમ તાપમાન 39.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
સોમવારે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. પરંતુ તે નબળું હોવાને કારણે જયપુર અને બિકાનેર એમ બે વિભાગોમાં વાવાઝોડું- વરસાદ પડી શકે છે. 22 એપ્રિલે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેના કારણે ગંગાનગર, નાગૌર, હનુમાનગઢ, ચુરુ, સીકર, ઝુનઝુનુ, જયપુરમાં વરસાદ પડી શકે છે. હિમાચલમાં હિમવર્ષાને કારણે 98 રસ્તાઓ બંધ છે હિમાચલમાં આ દિવસોમાં હિમવર્ષા ચાલુ રહેશે. ખરાબ હવામાનનો આ સિલસિલો 27 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન, જ્યારે રાજ્યના ઊંચા પર્વતીય વિસ્તારોમાં પર્વતો પર બરફની સફેદ ચાદર રહેશે, ત્યારે મધ્યમ વરસાદ અને કરાથી નીચી ઊંચાઈવાળા વિસ્તારોમાં પાકને નુકસાન થઈ શકે છે. રવિવારે સ્વચ્છ હવામાનને કારણે બંધ રસ્તાઓ ફરી શરુ કરવાની કામગીરી પણ ચાલુ રહી હતી. હજુ પણ 98 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. આમાંના મોટા ભાગના રસ્તા લાહૌલ સ્પીતિ જિલ્લામાં છે જે હિમવર્ષાને કારણે ફરી ખુલ્લા થયા નથી.