8 દુકાનમાંથી 23 સેમ્પલ લેવાયા, 30 કિલો બળેલું તેલ અને 45 કિલો વાસી ફરસાણનો નાશ કરાયો
ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ
- Advertisement -
વેરાવળમાં શ્રાવણ માસમાં બીજી વખત ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગુણવત્તા ચકાસવાને લઈ નાયબ કલેક્ટર વિનોદ જોશીની તેમજ ફૂડ અધિકારી પિયુષ સાવલિયા, કલ્યાણીબેન સોસાની ટીમ દ્વારા વેરાવળની ફરસાણ અને મીઠાઈની દુકાનો ઉપર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં શહેરમાં ઓમ ફરસાણ, લક્ષ્મી ફરસાણ, ખુશ્બુ ફરસાણ નમકીન, રામભરોસા ડેરી ફાર્મ, નંદરાજ ડેરી ફાર્મ, ગાયત્રી ફરસાણ, રઘુવંશી ફરસાણ, જયશ્રી ફરસાણમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ આઠ સ્થળોએથી ફરસાણ મીઠાઈના 23 સેમ્પલ લઈ પૃથક્કરણ માટે મોકલવા તજવીજ હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન મળી આવેલ 30 કિલો બળેલું તેલ અને 45 કિલો વાસી ફરસાણ નાસ કરવામાં આવ્યું હતું. તો ચાર સ્થળોએ ગંદકી જોવા મળતા અને નિયમોના પાલનની બેદરકારી સામે આવતા જે તે સંચાલકોને નોટીસ આપીને કડક તાકીદ કરવામાં આવી હતી.



