રાજકોટ શહેરમાં આવેલ સ્પામાં સરપ્રાઇઝ ચેકીંગ કરી ગેરકાયદેસર પ્રવૃતિ ચાલતી હોય તો તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના મળી હોઇ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ. જે.વી.ધોળા તથા એસ.ઓ.જી. પોલીસ ઇન્સ.સી.જી.જોષીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી. પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ અધિકારી/કર્મચારીઓની અલગ-અલગ કુલ 06 ટીમો બનાવી શહેરમાં આવેલ સ્પામાં ગેરકાયદેસર પ્રવતિ ચાલતી હોય તો તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ સ્પામાં કામ કરતી વ્યકિત વિદેશી હોય અને ટુરીસ્ટ વીઝાબીઝનેશ વીઝા ઉપર આવેલ હોય તો સ્પા સંચાલક/માલીક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તપાસ કરવામાં આવી હતી. ટીમોએ અલગ-અલગ જગ્યાએ કુલ-38 સ્પા ચેક કરવામાં આવેલ જેમાં કુલ-31 સ્પા ચાલુ હોઇ ચેકીંગ દરમ્યાન કાંઇ ગેરકાયદેસર જણાય આવેલ નથી.
ભવિષ્યમાં પણ રાજકોટ શહેર પોલીસ દ્રારા આ પ્રકારની ડ્રાઇવ રાખવામાં આવશે. જો આવી કોઇ ગેરકાયદેસર પ્રવૃતિ/ન્યુસન્સ જણાય આવશે તો તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા ખાસ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-1 પ્રવિણકુમાર મીણા તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર મનોહરસિંહ જાડેજા તથા એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાની રાહબરીમાં આ કાર્યવાહી થઈ હતી.