મકરસંક્રાતિના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા સદર બજારમાં ચાઇનીઝ દોરી અને તુકકલને લઇને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જે વેપારી ચાઇનીઝ દોરી અને તુકકલનું વેચાણ કરશે, તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
- Advertisement -
આ અગાઉ શહેર પોલીસે વેપારીઓ સાથે આ બાબત અંગે મીટીંગ કરીને ચાઇનીઝ દોરી અને તુકકલના વેચાણ પર પ્રતિબંધ હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં ભારતીય બનાવટની દોરીનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. ચાઇનીઝ દોરી મનુષ્ય અને પક્ષીઓ બંન્ને માટે ઘાતક છે, તેમજ તુકકલના લીધે આગની ઘટનાઓ બને છે, તેથી આ બાબતે ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.