નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા અને કલેક્ટરે આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલીમાં આવેલી શાંતાબા ગજેરા ટ્રસ્ટ સંચાલિત સિવિલ હોસ્પિટલ ખાતે આજે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ અને ડીડીઓ પરિમલ પંડ્યા દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ત્રણેય ઉચ્ચ અધિકારીઓએ હોસ્પિટલની અચાનક મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી.મુલાકાત દરમિયાન, અધિકારીઓએ ટ્રોમા સેન્ટર સહિત દરેક વોર્ડની મુલાકાત લીધી હતી. તેમણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સાથે સીધો સંવાદ સાધીને સારવાર, દવાઓ અને અન્ય મળતી સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. આ ઉપરાંત, દર્દીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા ચકાસવા માટે ભોજનાલયની પણ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.
અધિકારીઓએ હોસ્પિટલમાં આવતા દર્દીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલના અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. આ સરપ્રાઈઝ ચેકિંગનો ઉદ્દેશ્ય સરકારી હોસ્પિટલમાં અપાતી આરોગ્ય સેવાઓની ગુણવત્તા જાળવી રાખવાનો અને તેમાં સુધારો કરવાનો છે.
- Advertisement -