ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન તરીકેનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં જણાવે છે કે વર્ષ 2021માં રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. રાજકોટ મહાનગરપાલિકાની પાંચ વર્ષની મુદત પૈકી, પ્રથમ અઢી વર્ષ માટે શાસકપક્ષના દંડક તરીકેની જવાબદારી 12મી સપ્ટેમ્બર, 2023 સુધી સફળતાપૂર્વક સંભાળી હતી. રાજકોટ મહાનગરપાલિકાની બાકી રહેતી અઢી વર્ષની મુદત માટે રાજકોટ મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી જેમાં, રાજકોટ મહાનગરપાલિકાના સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન તરીકે મારી વરણી કરવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાની બીજી અઢી વર્ષની મુદત માટે મારી વરણી થયાના એક વર્ષમાં રાજ્ય સરકારની અધિસુચના અન્વયેના તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રેણીબદ્ધ 69 કાર્યક્રમો થકી શહેરીજનોની શારીરિક અને માનસિક શક્તિમાં વધારો કરવા ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન તરીકેના એક વર્ષના કાર્યકાળ દરમ્યાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજકોટના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર,શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, મ્યુનિસિપલ કમિશનર, શહેર ભાજપના મહામંત્રીઓ અશ્ર્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ડો. માધવ દવે, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો, ભાજપ સંગઠનનાં હોદેદારો, મહાનગરપાલિકાના સર્વે અધિકારીઓ-કર્મચારીઓ, શહેરની ધાર્મિક-સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓ, રાજકોટની જનતાનો તથા પ્રેસ-મિડીયાના પ્રતિનિધિઓ તરફથી રાજકોટની વણથંભી વિકાસ યાત્રાને આગળ ધપાવવામાં સતત સાથ અને સહકાર મળેલ છે તેમજ આગામી સમયગાળામાં પણ સાથ અને સહકાર મળેલો છે તેવું અંતમાં સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું.