ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના લોકો વેકેશન દરમિયાન ગુજરાતના કોઇપણ સ્થળે ફરી શકે તે માટે એસટી તંત્ર દ્વારા મન ફાવે ત્યાં ફરોની યોજના ચાર ડેપોમાં કાર્યરત છે. ત્યારે સુરેન્દ્રનગર ડેપોમાં આ હાલમાં બે મુસાફરોએ લાભ લીધો હોવાની વિગતો બહાર આવી હતી. આ યોજનાનો મુખ્ય હેતુ ઉનાળુ વેકેશનમાં લોકોને ઓછા ખર્ચે ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લેવાની તક પૂરી પાડવાનો છે. ત્યારે વેકેશન દરમિયાન સુરેન્દ્રનગર ડેપોમાંથી સાત દિવસ માટે લકઝરી, નોન એસી સ્લીપરના એક ટીકીટના 1870 તેમજ લોકલ, એક્સપ્રેસ, ગુર્જનનગરીના રૂ. 1595 અને અડધી ટીકીટ લોકલ, એક્સપ્રેસ, ગુર્જરનગરીના રૂ. 800 ભાડાના પાસ કાઢવામાં આવી રહ્યા છે. જ્યારે ચાર દિવસની મુસાફરીમાં લકઝરી, નોન એસી સ્લીપરના રૂ.1045, લોકલ, એક્સપ્રેસ, ગુર્જનનગરીના રૂ. 935 અને અડધી ટીકીટ લોકલ, એક્સપ્રેસ, ગુર્જરનગરીના રૂ. 470 ભાડાના પાસ નીકળી રહ્યા છે.



