પૂરતું પાણી પૂરું પાડવા, ORS વિતરણ, હોસ્પિટલોમાં તૈયારી અંગે તાકીદ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીના અધ્યક્ષસ્થાને ઉનાળા દરમિયાન હીટવેવથી નાગરિકોનું રક્ષણ થાય અને સલામત રહે તે માટે કરવાની થતી તૈયારીઓ તથા વિવિધ તકેદારીઓ વિશે વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં જિલ્લા કલેક્ટર અને ટીમ જોડાયા હતા. આ બેઠકમાં આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, પંચાયત વિભાગ સહિતના અધિકારીઓને મુખ્ય સચિવે જરૂરી સૂચનાઓ આપી હતી. જેમાં બાંધકામ સાઈટ પર 1થી 4 કામ બંધ રાખવા, જાહેર સ્થળોએ પાણીની પૂરતા પ્રમાણમાં સુવિધા, બાળકોને ઓઆરએસ વિતરણ કરવા, શાળાઓ, હોસ્પિટલ વગેરે સ્થળોએ પૂરતી કાળજી લેવા અંગે સૂચન કરી જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા.
- Advertisement -
જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હણે, નિવાસી અધિક કલેક્ટર આર.કે.ઓઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ. જાલંધરા, સર્વે નાયબ મ્યુનિસિપલ કમિશનર અર્જુન ચાવડા, એસ.કે. કટારા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જી. ગોહિલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



