માર્ગ મકાન વિભાગના કર્મચારી દ્વારા 39 વર્ષની વધુ ગ્રેચ્યુઇટીની માંગ કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી પાછળ આવેલ માર્ગ અને મકાન વિભાગની ઓફીસને મામલતદાર સહિતની ટીમે સીલ કરી કાયદેસરની કાર્યવાહી કરતા ચકચાર મચી જવા પામી હતી જે અંગે જાણવા મળતી માહિતી મુજબ માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવતા રોજમદાર કર્મચારી ભીખાભાઈ અમરાભાઈ રાઠોડે ગ્રેજ્યુટીની રકમ ચુકવવા બાબતે હાઈકોર્ટ સહિત ઉચ્ચકક્ષાએ રજુઆતો કરી હતી જેના ભાગરૂપે લેબર કોર્ટ દ્વારા માર્ગ અને મકાન વિભાગને મળવા પાત્ર ગ્રેજ્યુઈની રકમ ચુકવવાનો હુકમ કર્યો હતો અને આ અંગે લેખીત જાણ પણ કરી હોવા છતાં રકમ ચુકવવામાં નહી આવતાં અંતે જીલ્લા કલેકટરના આદેશથી મામલતદાર સહિતની ટીમે કલેકટર કચેરી પાછળ ઝાલાવાડ કલબની બાજુમાં આવેલ માર્ગ અને મકાન વિભાગની ઓફીસને સીલ મારી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે રજુઆત કરનાર કર્મચારી અગાઉ ટ્રેઝરી વિભાગમાં ફરજ બજાવતા હતા અને તે સમયે ટ્રેઝરી વિભાગ દ્વારા 29 વર્ષની મળવા પાત્ર ગ્રેજ્યુટીની રકમ ચુકવી દીધી હતી પરંતુ ત્યારબાદ માર્ગ મકાનમાં રોજમદાર તરીકે ફરજ બજાવ્યા બાદ કર્મચારી દ્વારા 39 વર્ષ સુધીની ગ્રેજ્યુટી રકમની માંગ સાથે લેખિત ફરિયાદ કરતા ઓફિસને શીલ કરવાનો હુકમ કરાયો હતો.