ચોરી કરેલાં સોના ચાંદીના દાગીનાં સહિત કુલ 93,730/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લાના અન્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ગુન્હામાં નોંધપાત્ર વધારો થયો હતો જેમાં જુદા જુદા વિસ્તારોમાં થયેલ ચોરી અંગે જિલ્લા પોલીસ વડા દ્વારા એન્ડિટેકટ ગુનાઓનું ડિટેક્શન કરવા જિલ્લા એલ.સી.બી સ્ટાફને સૂચના આપતા એલ.સી.બી પીઆઇ જે.જે.જાડેજા, પીએસઆઇ જે.વાય.પઠાણ સહિતના સ્ટાફે ટીમ બનાવી હતી જે દરમિયાન સુરેન્દ્રનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરનાર ગેંગના ત્રણ સભ્યો દુધરેજ કેનાલ પાસેથી ચોરીનો મુદામાલ લઈ નીકળવાના હોવાની બાતમીને લઈને વોચ ગોઠવી કલાભાઈ કેશુભાઈ સરવૈયા, રાહુલભાઇ પેથાભાઈ સરવૈયા તથા શક્તિ ઉર્ફે લાલો સાગરભાઈ થરેશાને ઝડપી પાડી તેઓની પાસેથી રોકડ તથા સોનાચાંદીના દાગીના સહિત કુલ 93,730/- રૂપિયાનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી આ સાથે ત્રણેય શખ્સોની પૂછપરછમાં પોતે એની કેટલાક સ્થળોએ ચોરી કરી હોવાની કબૂલાત આપી તેઓની ગેંગમાં વધુ એક શખ્સ ભાવેશ રમેશભાઈ દેવીપૂજક હોવાનું જણાવતા હાલ આ શખ્સને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
- Advertisement -
ત્રણેય શખ્સોએ ઘરફોડ ચોરીની કબૂલાત આપી
જિલ્લા એલ.સી.બી ટીમ દ્વારા આ ત્રણેય ચોર ગેંગના સભ્યોને ઝડપી પૂછપરછ કરતાં અન્ય કેટલાક સ્થળે ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી જેમાં દશ દિવસ પૂર્વે સુરેન્દ્રનગરની કડિયા સોસાયટીમાં રહેણાક મકાનમાં ચોરી, બહુચર ટ્રેડર્સની સામે મકાનમાં ચોરી, સત્યનારાયણ સોસાયટીમાં રહેણાક મકાનમાં ચોરી, ટીબી હોસ્પિટલ પાછળ રહેણાક મકાનમાં ચોરી, બંસીધર સોસાયટીના રહેણાંક મકાનમાં ચોરી આનંદનગર સોસાયટીના રહેણાંક મકાનમાં ચોરી, પાર્થનગર 2 સોસાયટીના મકાનમાં ચોરી, તથા હરિકૃષ્ણ નગર સોસાયટીમાં ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.



