મનપા દ્વારા દબાણ હટાવતા લારીધારકો અને પાથરણાં ધારકોની રોજગારી છીનવાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા જ શહેરમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઇ હતી. જેમાં કેટલાક પાથરણાં ધારકો અને કરી ધારકો વર્ષોથી જે સ્થળ પર પોતાની રોજી રોટી મેળવતા હતા ત્યાં દબાણ હટાવતા તમામ મધ્યમવર્ગના ધંધાર્થીઓ બેરોજગાર થયા હતા. જ્યારે આ તમામ લારી ધારકો અને પાથરણાં ધારકો દ્વારા સુરેન્દ્રનગર મનપાની કામગીરીનો વિરોધ કરતા ગુરુવારે સવારે મૌન રેલી યોજી હતી જેના 200થી પણ વધુ લારી અને પાથરણાં ધારકો જોડાયા પોપટપરા ખાતેથી જિલ્લા કલેકટર કચેરી સુધી મૌન રેલી યોજી મનપાની દ્વારા કોઈ નોટિસ વગર અચાનક તેઓને ધંધા રોજગાર છીનવી લેવાના વિરોધ સાથે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. આ સાથે તમામ લતી અને પાથરણાં ધારકો દ્વારા આગામી સમયમાં ન્યાય નહિ મળે તો આંદોલન કરવા સુધીની ચીમકી પણ ઉચ્ચારી છે.



