ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કેટલાક પોલીસ અધિકારીઓને અને કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરાઈ પુરસ્કૃત કર્યા હતા તેવામાં હાલ રાજ્યના કેટલાક પોલીસ વડાને પણ ડી.આઇ.જી તરીજે પ્રમોશન મળ્યું છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો.ગિરીશકુમાર પંડ્યાનું પણ નામ સામે આવ્યું છે. જોકે હાલ તેઓની સમય મર્યાદા પૂર્ણ થતા હવે ટૂંક સમયમાં જ સુરેન્દ્રનગર જિલ્લાને અલવિદા કહેશે પરંતુ હાલ પોલીસ વડા તરીકે ફરજ બજાવતા ડો.ગીરીશકુમાર પંડ્યાને ડી.આઇ.જી તરીકે બઢતી મળતા જિલ્લા પોલીસબેડામાં પણ ખુશીનો માહોલ જોવા મળે છે.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાને ડી.આઇ.જી તરીકે બઢતી મળી



