બાહોશ અધિકારી તરીકેની છાપ ધરાવે છે નીરવ બારોટ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
ગુજરાત રાજ્યમાં કેટલાક એવા પણ અધિકારીઓ છે જેઓ સામે કોઈપણ હોય નિયમ વિરુદ્ધ જરાય ચાલવા નથી દેતા પછી ભલે તે રાજકીય નેતા હોય કે અસામાજિક તત્વ હોય તેને કાયદાનો પાઠ ભણાવે છે. પરંતુ આ પ્રકારના અધિકારીઓના ફરજનો કાર્યકાળ ખુબજ કઠીન હોય છે. તેવા જ બાહોશ અધિકારીઓમાં એક ગણાતા નીરવ બારોટનું રાજીનામું રાજ્ય સરકારમાં મંજૂર કરાયું હોવાની ચર્ચા ફેલાઈ છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા ખનિજ ચોરીના ધમધમાટ વચ્ચે બાહોસ અધિકારીના રાજીનામું મંજૂર થયાની ચર્ચા ફેલાતા ખનિજ માફિયા પણ રાજીના રેળ થયા છે.
- Advertisement -
ત્યારે રાજીનામું મંજૂર થયાની ચર્ચા વચ્ચે નીરવ બારોટનો સંપર્ક કરવા પ્રયત્ન હાથ ધર્યા હતા પરંતુ તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો. જેથી આ બાબત સ્પષ્ટ છે તેવું કહી શકાય નહિ. આ તરફ નીરવ બારોટના એકના એક દીકરી બીમાર હોય અને તેઓને સતત તેઓની પાસે રહેવી જરૂરી હોય પરંતુ ભૂસ્તર શાસ્ત્રીનો મહત્વની જવાબદારી હજવના લીધે રજા મંજુર થતી નહિ હોવાથી એકાદ મહિના પૂર્વે રાજીનામું ધરી દીધું હતું કે અંતે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કર્યુ હોવાની ચર્ચા ફેલાઈ છે.