ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
ગત મહિને થયેલ અતિવૃષ્ટિની માફક ભારે વરસાદને લીધે સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોના ખેતરોમાં નુકશાન થયું હતું કે બાદ સર્વેની કામગીરી પણ શરૂ કરાઇ છે પરંતુ ગોકળ ગાયની ગતિ માફક ચાલતી સર્વેની કામગીરી અને ખેડૂતોને થયેલ નુકશાની અંગે સંપૂર્ણ વળતર નનાહી મળવાના લીધે હવે ખેડૂતોના વ્હારે જિલ્લા કોંગ્રેસ આવી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી દ્વારા રેકીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર શહેરના ડો. બાબા સાહેબ આંબેડકર સર્કલથી લઈને કલેકટર કચેરી સુધી રેલી યોજી હતી જેનો મુખ્ય હેતુ જિલ્લાના ખેડૂતોના પ્રશ્નો અને ખાસ કરીને ભારે વરસાદને લીધે થયેલ નુકશાની અંગે સર્વે કામગીરી કરતા જિલ્લાને અતિવૃષ્ટિ ગ્રસ્ત ગણાવી તમામ ખેડૂતોને વળતર આપવાની માંગ કરી હતી. જ્યારે ખેડૂતોના મુદ્દાની સાથે જિલ્લામાં થતી ખનિજ ચોરી અને ભૂમાફિયાઓ દ્વારા દબાણનો મુદ્દે પણ રજૂઆત કરાઈ હતી જેમાં બે મહિના અગાઉ મૂકી તાલુકાના ભેટ ગામે થયેલ ત્રણ મજૂરોના મોત મામલે સરપંચને સસ્પેન્ડ કરવાના પ્રકરણમાં જે તે સમયે ઘટના બાદ જીલ્લા પંચાયત સભ્યના પતિ અને કારોબાર ચેરમેન વિરૂદ્ધ માનવ વધનો ગુન્હો નોંધાયો હતો
તેઓ સુધી રીતે આ ખનિજ ચોરી કરતા હોવાનું સાબિત થયું હતું છતાં બંને નેતાઓને સસ્પેન્ડ નહિ કરી દોષનો ટોપલો ભેટ ગામના સરપંચ પર ઓઢાળી તેઓને સસ્પેન્ડ કરવામાં આવતા અધિકારીઓની નીતિનો પણ વિરૂદ્ધ કરાયો હતો આ સાથે મૂળીના સરલા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા કરેલ સરકારી જમીન પર દબાણ અંગે અનેક રજૂઆતો કરાઇ છતાં આજદિન સુધી જિલ્લા પંચાયત પ્રમુખ પર કે સરલા સરપંચ વિરૂદ્ધ કોઈ પગલાં નહિ ભરાતા હોવાની પણ રજૂઆત કરાઈ હતી. જ્યારે આ રેલીમાં કોંગ્રેસના આગેવાનો તથા મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. રેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી આવેદન પાઠવી ખેડૂતની પાક નુકશાની સહિત રાજકીય ખનિજ માફીયાઓ અને રાજકીય ભૂમાફિયાઓ સામે પગલાં ભરવા ઉગ્ર માંગ કરી હતી.
- Advertisement -
મૂળી તાલુકાના પલાસા ગામે ખેડૂત મિટિંગનું આયોજન કરાયું
મૂળી તાલુકાના પલાસા ગામે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડા દ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નોને લઇ ખેડૂત મીટીંગ યોજી હતી. જેમાં સિંચાઈના પાણીની હેરાનગતિ, ખેડૂતોના દેવા માફી, ખજઙ કાયદો, લાંબા ગાળાની કૃષિ નીતિ સહિતના પ્રશ્નોને લઈ ખેડૂતોએ મજબૂત સંગઠન બનાવી લડવા સાથે હાલ અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનનો ગોકળ ગાયની ગતિએ ચાલી રહેલા સર્વેની કામગીરી અંગે ટીકા કરી તાત્કાલિક ગામને એકમ ગણી ખેડૂતોને સહાય ચૂકવવાની માંગ ઉચ્ચારવામાં આવી હતી. સાથે જ આવનાર દિવસોમાં ગામડે ગામડે પહોંચી ખૂબ જ મજબૂત સંગઠન બનાવી ખેડૂતોના પડતર પ્રશ્નો માટે લડવાની તૈયારી પણ દર્શાવી હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.