નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી મોટી ઘટના કહી શકાય તેવી મંગળવારે વહેલી સવારે જિલ્લા કલેકટરની ઓફિસ અને બંગલોમાં ઈ.ડીની ટીમ ત્રાટકી હતી ટીમ દ્વારા માત્ર જિલ્લા કલેકટર જ નહીં પરંતુ નાયબ મામલતદાર, જિલ્લા કલેક્ટરના પી .એ અને વકીલના ઘરે પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી મળી આવતા કલાકોના સર્ચ બાદ તેઓની સાંજના સમયે સત્તાવાર ધરપકડ કરી અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં બીજા દિવસે એટલે કે બુધવારે કોર્ટ સમક્ષ રજૂ કરી 7 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા ત્યારે આ ઇ.ડીની તપાસ મામલે જિલ્લા કલેક્ટરનું જમીન કૌભાંડ કારણભૂત હોવાનું માનવામાં આવે છે જેમાં સોલર પ્લાન્ટની જમીન સંપાદનમાં મોટાપાયે ગોટાળા કર્યા હોવાનું ચર્ચાય રહ્યું છે. સાથે જ કેટલીક વિવાદિત જમીનોમાં પણ ખોટા નામ દાખલ કરી મોટાપાયે કૌભાંડ આચર્યું હોવાનું કારણભૂત માનવામાં આવે છે. જોકે ઇ. ડી દ્વારા સર્ચ હાથ ધર્યું ત્યારે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ છટકી ગયા હતા જેથી હાલ જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલેને છૂટા કરી તેઓના બદલે જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિકને જિલ્લા કલેકટરનો ચાર્જ આપવામાં આવ્યો છે. પરંતુ જ્યારે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના 14 દિવસના રિમાન્ડ પાસ કરવામાં આવ્યા છે ત્યારે આ રિમાન્ડ દરમિયાન અનેક પ્રકારના કૌભાંડો ખુલ્લા પડે તો જિલ્લા કલેક્ટર સહિત કેટલાક નેતાઓની પણ મુશ્કેલીમાં વધારો થાય તેવી સ્પષ્ટ શક્યતા નજરે પડે છે.
- Advertisement -
ના. મામલતદારના ઘરેથી 67.50 લાખ રોકડ મળ્યા હતા
નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે ઈ.ડી ટીમના તપાસમાં 67.50 લાખ રૂપિયા રોકડ મળી આવતા તેઓની ધરપકડ થઈ હતી જોકે આ મામલે ચંદ્રસિંહ મોરી વિરુધ અમદાવાદ અઈઇ ખાતે બેનામી સંપત્તિ અને લાંચ અંગેનો ગુનો પણ નોંધાયો છે.
કલેક્ટરની ટ્રાન્સફર, વેઇટિંગ ઇન પોસ્ટિંગ મૂકાયા
- Advertisement -
ઈડીની કાર્યવાહી બાદ રાજ્ય સરકારે સુરેન્દ્રનગરના કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલની બદલી કરી દીધી છે અને વેઇટિંગ ઇન પોસ્ટિંગ મૂકાયા છે. તેમની સેવાઓ આગામી આદેશ સુધી સામાન્ય વહીવટ વિભાગને સોંપવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિકને આગામી આદેશ સુધી સુરેન્દ્રનગરના કલેક્ટર પદનો વધારાનો હવાલો સંભાળશે.
સોલર પ્લાન્ટમાં મોટેપાયે થયેલા જમીન સંપાદનનો મુદ્દો
સુરેન્દ્રનગરમાં મંગળવારે (24 ડિસેમ્બર, 2025)ને સવારે પરોઢિયે 5 વાગ્યે ઊઉએ રૂ.1500 કરોડના જમીન સંપાદન કેસ મામલે કલેક્ટર, નાયબ મામલતદાર, કલેક્ટરના પીએ, વકીલ અને ક્લાર્કની પૂછપરછ હાથ ધરી હતી. રાત્રે 10 વાગ્યા સુધી તપાસ ચાલી હતી. ત્યાં સુધી કોઇ સત્તાવાર વિગતો સામે આવી નહોતી, પરંતુ કલેક્ટરે સત્તા સંભાળ્યા બાદ નળસરોવર, ધ્રાંગધ્રાના માલવાણ, લખતરના તલસાણા અને પાટડીમાં સોલર પ્લાન્ટમાં મોટેપાયે થયેલા જમીન સંપાદનનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. કલેક્ટર જે ફાઇલનો વહીવટ કરવાનો હોય એ ઘરે લઇ જતા હતા.
ચંદ્રસિંહે લીધેલી 1 કરોડની લાંચમાં કલેક્ટરની પણ સંડોવણી
ચંદ્રસિંહ મોરીએ ઈડી સમક્ષ સ્વીકાર્યું કે જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે સ્કવેરમીટરદીઠ 10 રૂપિયાના ભાવથી લાંચ લેવામાં આવતી હતી. ચંદ્રસિંહ મોરીના પ્રિમાસિસમાંથી મળેલા દસ્તાવેજોમાં 1 કરોડની લાંચ લીધી હોવાના દસ્તાવેજી પુરાવા મળ્યા છે. જ્યારે સૌથી આંચકાજનક વાત તો એ છે કે ચંદ્રસિંહ મોરીએ સ્વીકાર્યું છે કે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ, કલેક્ટરના ક્લાર્ક મયૂર ગોહિલ, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા આ કૌભાંડમાં સામેલ છે અને લાંચના પણ ભાગીદાર છે.
પ્રિન્ટેડ શીટમાં હજુ અનેક રહસ્યો ધરબાયેલાં
ઊઉને સર્ચ દરમિયાન એક પ્રિન્ટેડ શીટ મળી આવી છે, જેમાં ઓનલાઇન અરજીનો નંબર, જમીનની વિગત, સર્વે નંબર, કયા પ્રકારની અરજી છે એ સહિતની વિગતો હતી. આ ઉપરાંત કયા અરજદાર પાસે કેટલી લાંચ લેવામાં આવી એની પણ વિગતો હતી. આ શીટમાં વચેટિયાઓ, કમિશન એજન્ટનાં પણ નામ હતાં. માત્ર એટલું જ નહીં, શીટના ડેટા મુજબ 2 લાખ 61 હજાર 332 સ્કવેરમીટર જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે 26 લાખ 17 હજાર 320ની લાંચ લેવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
ચંદ્રસિંહ મોરી પાસે જમીન ગઅના પાવર હતા
આ કૌભાંડ ઈકઞ(ચેન્જ ઓફ લેન્ડ યુઝ) એટલે કે હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીન ગઅ બાબતે પાવર હતા અને એનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આયોજનબદ્ધ રીતે જમીન ગઅ કરી આપવા બાબતમાં રૂપિયા લેવામાં આવતા હતા. આ રૂપિયા સ્પીડ મનીના માધ્યમથી અરજી વિલંબિત રાખ્યા સિવાય કામ કરી આપવામાં આવતું હતું. અરજીના આધારે પર ચોરસમીટર મુજબ રકમ નક્કી કરવામાં આવતી હતી. વચેટિયાઓના માધ્યમથી આ રકમ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતી હતી.



