સુરતમાં ફરી એકવાર મુંગા પક્ષીઓ પ્રત્યે માનવતા એ કુરતા વટાવી છે વેસુ વિસ્તારમાં એક શ્રવાન ને ગળાના ભાગે દોરડા વડે બાંધી ચાલુ બાઈકે ઘસડીને લઈ જવાનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે અને ઘસડી જનાર બે વ્યક્તિઓ વિરુદ્ધ લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે થોડા દિવસ અગાઉ સ્ટેશન વિસ્તારમાં પાંચ શ્વાનને ઘરે આવીને મારી નાખવાની ઘટનાં બની હતી તેમાં બે વ્યક્તિઓ ની ધરપકડ પણ કરાઇ હતી જોકે તે ઘટના બાદ પણ મુંગા પશુ પ્રત્યે આવું કૃત્ય કરનારા ઓ માં ઘાક જોવા મળી રહ્યો નથી વાયરલ વીડીયો વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર કોલેજ નજીકનો હોવાનુ અનુમાન છે જેમાં ટુ વ્હીલર ગાડી પર બે વ્યક્તિઓ પૈકી પાછળ બેઠેલો વ્યક્તિ શ્રવાન ને ગળા નાં ભાગે દોરડું બાંધી ઘસડી રહ્યા છે અને શ્વાન છૂટવા માટે તરફડી રહ્યું છે ચાલુ ગાડીએ શ્વાન ને ઘસડીને લઈ જતાં અંતે શ્વાન નું મોત નીપજ્યું હતું મુંગા શ્વાન જોડે આવું કૃત્ય કરવા માટે હાલ સ્થાનિકો પણ રોષે ભરાયા છે અને ગુનેગારોને સજા આપવાની માંગ કરી રહ્યા છે આ અંગે જિલ્લા પશુ કલ્યાણ અધિકારી ચેતન ઝવેરી દ્વારા સુરત પોલીસ કમિશનરને ઘટના અંગે તાત્કાલિક પગલાં લેવા માટે અરજી પણ કરવામાં આવી છે
રિપોટર
ક્રિશાંગ ગાંજાવાલા
સૂરત