કોરોના કાળ દરમિયાન શિક્ષણ કાર્ય બંધ કરીને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ આ એક વર્ષના ગાળામાં ધો.1થી 3ના વિદ્યાર્થીઓને ઓન લાઈન શિક્ષણમાં અનેક મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ બહાર આવી છે. નાના બાળકોને મોબાઈલથી ઓન લાઈન શિક્ષણના કારણે માથું દુઃખવું કે આખ દુઃખતી હોવાની વ્યાપક ફરિયાદ છે. વાલી અને શિક્ષકોની આ ફરિયાદને ધ્યાનમાં લઈને સમિતિના શિક્ષકોએ આવા બાળકોના ઘર નજીક જઈને ઓન લાઈન શિક્ષણ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણાં સમયથી સેન્ટ્રલ ઝોનમાં નાના બાળકોને ઓન લાઈન શિક્ષણ સાથે ઘર નજીક જઈને શિક્ષણ આપવાની પધ્ધતિ અસરકારક નિવડી હોવાનું શિક્ષકો સાથે વાલીઓ પણ કહી રહ્યાં છે.
સુરતમાં ધો. 1થી 3નાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણમાં અનેક સમસ્યા
You Might Also Like
Follow US
Find US on Social Medias