સુરત માં અડાજણ વિસ્તારમાં આવેલાં દિવાળી બાગ સોસાયટી માં મહિલા દ્વારા ચલાવવામાં આવતાં જુગાર ધામ પર ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી મહિલા ઉપરાંત જુગાર રમવા આવનાર ૮ ને ઝડપી પાડી રોકડ અને મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૭૯.૭૨૧ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે બાતમીનાં આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અડાજણ વિસ્તારમાં ઋષભ ટાવર ની સામે દિવાળી બાગ સોસાયટી માં રહેતાં રંજનબેન ઉર્ફે ડિમ્પલ મેહતા ને ત્યાં ક્રાઈમ બ્રાંચે દરોડા પાડયાં હતાં જ્યાં થી પોલીસે જુગાર રમતા દિનેશ શાહ, અને તેમના પુત્ર વરસાદ શાહ, ધીરુભાઈ સોજીત્રા, હસમુખ કોટક, જયેશ પટેલ ને ઝડપી પાડયાં હતાં પોલીસે જુગારીઓ ની અંગ જડતી નાં અને જુગારના દાવા પર ની રોકડ મળી કુલ રૂપિયા ૨૩.૨૨૧ અને ૬ નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૭૯.૭૨૧ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે ઉલ્લેખનીય છે કે રંજનબેન ઉર્ફે ડિમ્પલ મહેતા દ્વારા પોતાના ઘરમાં જુગારધામ ચલાવવામાં આવતું હતું રંજનબેન કમિશન પેટે નાળ દીઠ રૂપિયા ૨૦૦૦/ ની વસુલાત કરતી હતી ક્રાઈમ બ્રાન્ચે રંજનબેન સહીત તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી યોગ્ય કાર્યવાહી કરી હતી
અહેવાલ ક્રિશાંગ ગાંજાવાલા -સુરત