સુરતમાંથી અવારનવાર હત્યાના કેસો સામે આવી રહ્યા છે ત્યારે થોડા દિવસ પહેલા જ એટલે કે, 18 જુનના રોજ પોલીસના જ ખબરીને ગંભીર રીતે હત્યા કરવામાં આવી હતી. નવાપુર નજીક ટેલિફોન એક્સચેંજ ઓફિસ નજીક હાઈવે પર પાર્ક કરેલી બ્રાઉન કલરની કાર મળી આવી હતી. આ કારની તપાસ કરતા આ કાર સુરતથી ખરીદાયેલી હોવાનું સામે આવ્યું છે. કારમાં પાછળની સીટ પર લાશ મળી આવી છે. આ સ્થળ પર લોકોની ભીડ એકઠી થવા લાગી હતી.આજરોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભાવેશ મેહતાની હત્યા પાછળ કુખયાત અનિલ કાઠી અને તેના સાગરીતોની ધર પકડ કરવામાં આવી છે. અંગત અદાવત માં હત્યા કરાયા હોવાનું સામે આવી રહ્યું છે. ક્રાઇમબ્રાન્ચએ બે આરોપીની ધરપકડ કરી છે. અનિલ કાઠી સહીત 4 આરોપી અન્ય પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા પોલીસના બાતમીદારની હત્યામાં પ્રખ્યાત અનિલ કાઠી અને તેના સાગરીતોની ધરપકડ
You Might Also Like
Follow US
Find US on Social Medias