સુરતના ડિંડોલી વિસ્તારમાં મની ટ્રાન્સફરનો ધંધો કરતાં દીપક સાલુંકેએ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઈંજઈંના એજન્ટ માટે ભારતીય સીમકાર્ડ ખરીદ્યા, પાકિસ્તાની પૈસાને ભારતીય નાણાંમાં ક્ધવર્ટ કર્યા, પછી સેનાની હિલચાલ અંગેની માહિતી આપવા લાગ્યો
ખાસ-ખબર સંવાદદાતા
સુરત ક્રાઈમ બ્રાન્ચે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના એજન્ટ સાથે સાંઠગાંઠ રચીને દેશની સેનાની ગુપ્ત માહિતી તેને મોકલવાનો હિન ગુનો આચરનારા ગદ્દારને સુરતના ડિંડોલી વિસ્તારમાંથી પકડી પાડ્યો છે. ડિંડોલી વિસ્તારમાં મની ટ્રાન્સફરની દુકાન ધરાવતાં આરોપી દીપક સાલુંકેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તે પોતાના ફેસબુક મેસેન્જર અને વોટસએપના માધ્યમથી પાકિસ્તાની જાદૂસી એજન્સી આઈએસઆઈના હમીદ નામના શખ્સના સંપર્કમાં આવ્યો હતો. આ પછી તેણે ભારતીય સીમકાર્ડ મેળવી આપવા અને ભારતીય સેનાની ગુપ્ત માહિતીઓ તેને મોકલી હતી. ભારતીય સેનાના વાહનોની મૂવમેન્ટ અંગેની અતિ ગુપ્ત અને સંવેદનશીલ માહિતી મેળવી દીપકે હમીદને વોટસએપ મેસેજ અને કોલિંગથી શેયર કરી હતી. આ માહિતી આપવાના બદલામાં દીપકને 75856 રૂપિયા પાકિસ્તાનથી ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કે 32 વર્ષીય દીપક ફેસબુકના માધ્યમથી આઈએસઆઈ એજન્ટ હમીદના સંપર્કમાં આવ્યો હતો. હમીદ દ્વારા ફેસબુક પર પૂનમ શર્મા નામે એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. પહેલાં તે પૂનમ શર્મા બનીને જ દીપક સાથે વાત કરતો હતો અને થોડા દિવસમાં દીપકનો વિશ્વાસ જીતી લીધા બાદ તેણે પોતાની સાચી ઓળખ આપી હતી. ફેસબુક પર વાતચીત દરમિયાન હમીદે દીપકને કહ્યું હતું કે, તે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ માટે કામ કરે છે. મની ટ્રાન્સફરનું કામ કરતો હોવાથી દીપકને સૌપ્રથમ પાકિસ્તાની રૂપિયા ભારતીય ચલણમાં ટ્રાન્સફર કરી આપવાનું કહેતાં દીપકે તેમાં સંમતિ બતાવી હતી. ત્યારબાદ તેને ભારતીય બનાવટના સીમકાર્ડની જરૂર તેમજ ભારતીય સેનાની કેટલીક માહિતી પહોંચાડવા કહ્યું હતું. આ પછી દીપકે યુ-ટ્યુબ અને ગૂગલ મારફતે તસવીરો ડાઉનલોડ કરીને હમીદને મોકલી હતી.