વાવાઝોડાએ કેરી, ચીકુ, કેળા જેવા બાગાયતી પાક સાથે ગલેલીને પણ બાનમાં લીધી છે. ફળોના રાજા સાથે બાથ ભીડતા તાડફળ ગલેલીની પણ આ જ સીઝન છે. ભાઠા ભાટપોરમાં એકથી દોઢ મહિનાના આ પાકમાં કેટલાય પરિવારોનું વાર્ષિક પોષણ થાય છે. ગત વર્ષે લોકડાઉનના કારણે ગલેલી તાડ પર જ રહી ગઇ હતી જ્યારે આ વર્ષે ૫૦ ટકા ગલેલી તાડ પરથી ઉતરીને લોકો સુધી પહોંચી ગઇ પણ ત્યારબાદ વાવાઝોડામાં બદલાયેલા વાતાવરણને કારણે ગલેલી કડક થઇ રહી છે જેથી ખરીદીમાં ખાસ્સો ઘટાડો છે.
રિપોર્ટ
સુનિલ ગાંજાવાલા
સુરત


