સુરત મહાનગરપાલિકાનાં પાટીદાર બહુમતથી વિસ્તારમાં આમ આદમી પાર્ટી ની જાત સાથે જ હવે જ્ઞાતિવાદી રાજકારણ શરૂ થઈ ગયું છે પુણા વિસ્તારમાં આવેલ યોગી ઉઘાન ને રાતોરાત પાટીદાર ગાર્ડન નામ આપી દેવામાં આવ્યું છે આ વિસ્તારની પ્રજા ની માંગણી નાં કારણે નામ આપી દઈ બોર્ડ પણ બદલી નાખવામાં આવ્યું છે જોકે સોશિયલ મીડિયામાં જ્ઞાતિવાદી રાજકારણનો મુદ્દો ઉછળતાં પાલિકાએ આખરે પગલાં ભરવા પડ્યાં હતાં પાટીદાર બહુમતીવાળા વિસ્તાર માં જો પાટીદાર નામ અપાયું હોય તો આગામી દિવસોમાં મુસ્લિમ વિસ્તારમાં મુસ્લિમ ગાર્ડન, બ્રાહ્મણ વિસ્તારમાં બ્રાહ્મણ ગાર્ડન કે અન્ય સમાજના નામે ગાર્ડન કે અન્ય પ્રકલ્પો ના નામથી માંગણી થસે જો મ્યુનિસિપલ તંત્ર માનશે નહિ તો તે વિસ્તારના લોકો પુણાની પ્રજાની જેમ પોતે જ બદલી નાખતાં અચકાશે નહીં તે ચોક્કસ છે પાલિકાનાં ગાર્ડન નું નામ બદલી કથાયુ હોવા છતાં પાલિકાએ આ ગંભીર બાબત સામે પોલીસ કેસ કરવાની દરકાર પણ લીધી નથી.
રીપોટર
સુનિલ ગાંજાવાલા
સુરત


