2.7 કિલો હેરોઇન અને 251 કિલો ગાંજો જપ્ત: ચોક્કસ બાતમીને આધારે પોલીસે રાજ્યમાં પ્રવેશ કરનારા વાહનોની તપાસ શરૂ કરી હતી
ખાસ-ખબર સંવાદદાતા
મેઘાલયના ઇસ્ટ જયંતિયા હિલ્સ જિલ્લામાં 15 કરોડ રૂપિયાથી વધુ કીંમતનું હેરોઇન અને ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે અને આ સંદર્ભમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.
- Advertisement -
જિલ્લાના ઓફ પોલીસ જગપાલ ધનેઆના જણાવ્યા અનુસાર નાગાલેન્ડના તુઆનબિયાકલિયન ગુઇતે અને ઇમલિયાકુમ લોંગકુમેર નામના બે દાણચોરોની ધરપકડ કરી તેમની પાસેથી 2.7 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું.
ધનેઆએ જણાવ્યું હતું કે અન્ય સાત દાણચોરો ત્રિપુરાના છે જે બે વાહનોમાં આવ્યા હતાં પરંતુ પોલીસે તેમની તે જ દિવસે ખ્લિહરીઅતથી ધરપકડ કરી લીધી હતી. તેમની પાસેથી 251 કીલોે ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો.
ગુપ્ત માહિતીને આધારે જિલ્લા પોલીસે રાજ્યમાં પ્રવેશ કરનારા વાહનોની તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન જ ત્રિપુરાથી આવેલા બે વાહનોમાંથી 251 કીલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો.
- Advertisement -
પોલીસના જણાવ્યા અનુસાર જપ્ત કરવામાં આવેલા આ ગાંજાની કીંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 10 લાખ રૂપિયાથી વધારે છે. મુખ્યપ્રધાને આ માદક દ્રવ્યોની આ જપ્તી અંગે જણાવ્યું છે કે નશાના સોદાગરો યુવાનોને બરબાદ કરવાના પ્રયત્નો કરે છે પણ રાજ્યની પોલીસે તેમની નાપાક યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે.