રાહુલ ગાંધીની સજાને પડકારતી અરજી મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ, સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને ફટકારેલી સજા પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો સ્ટે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાહુલ ગાંધીને સુરત કોર્ટે ફટકારેલી 2 વર્ષની સજા પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવ્યો છે. મહત્વનું છે કે, અગાઉ ગુજરાત હાઇકોર્ટે મોદી સરનેમ મામલે સુરત કોર્ટે ફટકારેલી સજા મામલે રાહુલ ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યૂ પિટિશન ફગાવી દીધી હતી.
- Advertisement -
સુપ્રીમકોર્ટે શું કહ્યું?
કેટલા નેતાઓ યાદ રાખશે કે તેઓ અગાઉની મિટીંગમાં શું બોલ્યા હતા?
-સેશન્સ કોર્ટે મહત્તમ સજાનું કારણ સ્પષ્ટ કર્યું નથી
-1 વર્ષ 11 મહિનાની સજા પણ આપી શકાઈ હોત
-2 વર્ષથી ઓછી સજા થાય તો મતવિસ્તારનું પ્રતિનિધિત્વ પણ જળવાઈ રહે
-મતવિસ્તાર જનપ્રતિનિધિત્વ વગર રહે તે વિચારવાલાયક મુદ્દો
-આ જે તે બેઠકના મતદારોના અધિકાર સાથે પણ જોડાયેલો મુદ્દો
-હવે ભાષણ આપતી વખતે સાવધાની રાખજો
#WATCH | "Today, SC has stayed Rahul Gandhi's conviction. We welcome this verdict given by the court. We will continue our legal battle in the court," BJP MLA Purnesh Modi, who filed a defamation case against Congress leader Rahul Gandhi. pic.twitter.com/Zf4NGYI1La
- Advertisement -
— ANI (@ANI) August 4, 2023
શું છે સમગ્ર મામલો?
23 માર્ચે સુરતની CJM કોર્ટે 2019માં મોદી સરનેમ અંગે કરેલી ટિપ્પણીના કેસમાં રાહુલને બે વર્ષની સજા સંભળાવી હતી. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “બધા ચોરની અટક (સરનેમ) મોદી જ કેમ હોય છે?” જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 23 માર્ચે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ વર્માની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી બે વર્ષની સજા સંભળાવી હતી. બીજા જ દિવસે રાહુલ ગાંધીએ લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હતું.
20 એપ્રિલે સેશન્સ કોર્ટે ફગાવી હતી અરજી
જે બાદ CJM કોર્ટના આ ચુકાદાને તેમણે સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી 3 એપ્રિલે સુરત આવ્યા હતા. તેમની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ઉપરાંત કાયદાકીય ટીમ પણ સુરત આવી હતી. તેમના દ્વારા નીચલી કોર્ટના ચુકાદા સામે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે બાદ 13 એપ્રિલના રોજ કોર્ટમાં બંને પક્ષો વચ્ચે અંદાજે 5 કલાક સુધી દલીલો થઇ હતી. જ્યારે 20 એપ્રિલે સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દઇ તેમની સજા યથાવત રાખી.