ખનિજ લીઝ અંગે રાજ્યોને સત્તા આપ્યા બાદ સુપ્રિમનો વધુ એક મહત્વનો ચુકાદો
કેન્દ્રને મોટો આંચકો: કાચા ખનીજની જેમ ઔદ્યોગીક આલ્કોહોલ તે શ્રેણીમાં આવે છે
- Advertisement -
સુપ્રિમ કોર્ટે એક મહત્વના ચૂકાદામાં ઔદ્યોગિક આલ્કોહોલ પર નિયમન અને કરવેરા લાદવાની સત્તા રાજ્યોને હોવાનું જણાવીને 1997ના તેના જ ચુકાદાને રદ કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે અન્ય શરાબની જેમ ઔદ્યોગિક ઉપયોગમાં લેવાતા આલ્કોહોલને નિયમન કરવાની અને તેના પર કરવેરા લાદવાની સત્તા રાજ્ય સરકાર પાસે છે.
અગાઉ સર્વોચ્ચ અદાલતે એક ચુકાદામાં ખનિજ પર લીઝ અને વેરા નાખવાનો હક્ક પણ રાજ્યને આપ્યો હતો અને આ ચુકાદામાં તે સંદર્ભમાં જણાવ્યું કે અન્ય કાચા માલ સામગ્રીની જેમ ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ પણ રાજ્યની સત્તામાં આવે છે અને કેન્દ્ર તેમાં કોઇ પ્રકારે નિયમન કે દરમ્યાનગીરી કરી શકે નહીં. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની 9 જજોની ખંડપીઠે 8-એ આ ચૂકાદો આપ્યો હતો. સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે એન્ટ્રી 8 લીસ્ટ-2માં જે ઔદ્યોગિક પદાર્થો આવે છે તેમાં ઇન્ડસ્ટ્રીઅલ આલ્કોહોલનો પણ સમાવેશ થાય છે અને તે બીનઝેરી લીકરની વ્યાખ્યામાં આવે છે.
આ પ્રકારની વ્યાખ્યા સામાન્ય શરાબ અને અન્ય પીણાનો સમાવેશ થાય છે. જો કે ન્યાયમૂર્તિ નાગરત્ન તેમના ચુકાદામાં અલગ પડ્યા હતા અને જણાવ્યું હતું કે રાજ્ય પાસે આ પ્રકારની પુરતી સત્તા જાણકારી પણ નથી.




