મરણપથારીએ રહેલી વ્યકિતના ઈચ્છામૃત્યુ પર સર્વોચ્ચ અદાલતનો સ્પષ્ટ સુર
સુપ્રિમ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતા જણાવ્યું હતું કે સૌને સન્માનથી મરવાનો અધિકાર છે. સુપ્રિમ કોર્ટે માન્યુ હતું કે ઈચ્છા મૃત્યુથી સારવાર બંધ કરવાની પ્રક્રિયા ખૂબ જ જટીલ છે.જેમાં સુધારાની જરૂર છે. તેમ છતા સુધારા કરવામાં સતર્ક રહેવુ જરૂરી છે. ઈચ્છા મૃત્યુને લઈને પોતાનો ઐતિહાસીક ફેસલો સંભાળાવ્યા બાદ સુપ્રિમ કોર્ટે 2018 માં આપેલા નિર્દેશોમાં સંશોધન-સુધારા કરવાને લઈને સહમતી આપી છે.
- Advertisement -
જે લોકો ગંભીર રીતે બીમાર છે અને લીવીંગ વીલ બનાવી ચૂકયા છે. તેમને સન્માનજનક મરવાનો અધિકાર છે. તેમને કાનુની પેચમાં ન ફસાવવા જોઈએ અને મેડીકલ એકસપટર્સે પણ આ મામલામાં જાણકારી લેવી જોઈએ.કોર્ટે જણાવ્યું હતું કે જો કોઈ પોતાની સારવાર બંધ કરાવવા માગે તો તેને મંજુરી આપવાનો પણ નિયમ હોવો જોઈએ. જસ્ટીસ કે.એમ.જોસેફની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું હતું કે કોર્ટે મૃત્યુનાં અધિકારને પણ મૌલીક અધિકાર બતાવ્યો હતો.
હવે તેને પેચીદો ન બનાવવો જોઈએ. આ બેન્ચમાં જસ્ટીસ અજય રસ્તોગી, અનિરૂધ્ધ બાંસ, ઋષિકેશ રોય અને જસ્ટીસ રવિકુમાર સામેલ હતા.બેન્ચે જણાવ્યું હતું કે વર્ષ 2018 માં બનાવવામાં આવેલ ઈચ્છા મૃત્યુને લઈને નિયમોમાં સુધારાની જરૂર છે.પરંતુ આ દિશા નિર્દેશ બોઝીલ છે તેમાં સુધારાની જરૂર છે. જોકે એ પણ સાવધાની રાખવી જોઈએ કે તેનો ખોટો ઉપયોગ ન થાય.