-SEBIને 2 મહિનામાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ
સુપ્રીમ કોર્ટે અદાણી હિંડનબર્ગ કેસની તપાસ માટે નિષ્ણાત કમિટીની રચના કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ સુપ્રીમ કોર્ટે SEBIને પણ આ મામલામાં તપાસ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.
- Advertisement -
સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ માટે નિષ્ણાત કમિટીની રચના કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી કમિટીની અધ્યક્ષતા નિવૃત્ત જસ્ટિસ એ.એમ સપ્રે (Abhay Manohar Sapre) કરશે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે SEBI આ મામલામાં તપાસ ચાલુ રાખશે અને 2 મહિનામાં તેનો રિપોર્ટ સોંપશે.
SEBIને 2 મહિનામાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે SEBI પહેલાથી જ હિંડનબર્ગ રિપોર્ટ અને માર્કેટ વાયોલેશન સહિતના બંને આરોપોની તપાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં સેબીની તપાસ ચાલુ રહેશે. સેબીએ તેનો રિપોર્ટ 2 મહિનામાં રજૂ કરવાનો છે.
SC sets up expert committee on the issue arising out of Hindenburg report. Retd judge Justice AM Sapre will head the committee.
- Advertisement -
SC was hearing petitions pertaining to Hindenburg report incl on constitution of committee relating to regulatory mechanisms to protect the investors. pic.twitter.com/N1FlBWgpwo
— ANI (@ANI) March 2, 2023
6 સભ્યોની ટીમ કરશે તપાસ
એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ રિપોર્ટ કેસની તપાસ માટે 6 સભ્યોની એક્સપર્ટ કમિટીની રચના કરી છે. આ કમિટીમાં નિવૃત્ત જસ્ટિસ એ.એમ સપ્રે ઉપરાંત ઓ.પી ભટ્ટ, જસ્ટિસ કે.પી દેવદત્ત, કે.વી કામત, એન નીલકેણી, સોમેશેખર સુંદરેશન સામેલ છે.
શું છે મામલો?
અમેરિકન ફર્મ હિંડનબર્ગે તાજેતરમાં જ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપ પર એક રિપોર્ટ જાહેર કર્યો છે. હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર માર્કેટમાં હેરફેર (મેનીપ્યુલેશન) અને એકાઉન્ટમાં ફ્રોડનો આરોપ લગાવ્યો હતો. આ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જોકે, અદાણી ગ્રુપે આ આરોપોને પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે આ રિપોર્ટમાં જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી છે.