સુપ્રીમ કોર્ટે કહ્યું-અશ્ર્લિલ ક્ધટેન્ટની જવાબદારી કોઈએ લેવી પડશે: ગંદું ક્ધટેન્ટ રોકાય ત્યાં સુધીમાં લાખો લોકો જોઈ લે છે, કેન્દ્ર 4 અઠવાડિયામાં નિયમ બનાવે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સોશિયલ મીડિયાના ક્ધટેન્ટ પર સુનવણી થઈ. કોર્ટે કહ્યું કે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતા એડલ્ટ ક્ધટેન્ટ માટે કોઈએ કોઈને જવાબદારી લેવી જ પડશે.
સુપ્રીમ કોર્ટે આજે આ ટિપ્પણી ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ સાથે જોડાયેલા કેસમાં કરી. આ શોના વાંધાજનક ક્ધટેન્ટ પર વિવાદ થયા પછી રણવીર અલાહબાદિયા અને સમય રૈના જેવા ઘણા યુટ્યુબર્સને ચર્ચામાં લાવી દીધા હતા.
કોર્ટે કહ્યું કે જ્યાં સુધી ગંદુ (અશ્ર્લીલ) ક્ધટેન્ટ રોકવામાં આવે છે, ત્યાં સુધીમાં લાખો લોકો જોઈ લે છે. કેન્દ્ર સરકાર આ અંગે 4 અઠવાડિયામાં નિયમો બનાવે.



