-વિહિપ બજરંગ દળે 23 રેલીઓ યોજી હાલ પ્રતિબંધનો ઈન્કાર: દિલ્હી, હરિયાણા, ઉતરપ્રદેશ સરકારને નોટીસ
હરિયાણાની હિંસા અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલા તનાવમાં રેલી-ધરણા પ્રદર્શન રોકવા સુપ્રીમકોર્ટમાં થયેલી અરજી પર આજે સર્વોચ્ચ અદાલતે આ પ્રકારના દેખાવો કે રેલી પર કોઈ તાત્કાલીક પ્રતિબંધ મુકવાનો ઈન્કાર કરી દિલ્હી, હરિયાણા તથા ઉતરપ્રદેશ સરકારને જવાબ આપવા નોટીસ ફટકારી છે.
- Advertisement -
તો બીજી તરફ આ રેલી કે કોઈ સભા પ્રદર્શનમાં ભડકાવ ભાષણ ના થાય તે જોવા જાનમાલનું કોઈ નુકશાન ના થાય તે નિશ્ચિત કરવા તથા તનાવ ગ્રસ્ત ક્ષેત્રમાં વધારાના દળો તૈનાત કરવા આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે આ આદેશ તમામ રાજયો માટે છે. સર્વોચ્ચ અદાલતે નોંધ્યું કે દિલ્હીમાં જ છેલ્લા કલાકમાં 23 રેલીઓ યોજાય છે.
હવે કોઈ સમુદાય સામે ભડકાવ ભાષણ ના થાય તે રાજય સરકારોએ જોવાનું રહેશે. ઉપરાંત આ પ્રકારની રેલીઓની વિડીયોગ્રાફી પણ કરવાની રહેશે. દિલ્હીમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ સહિતના સંગઠનોએ આજે સવારથી જ રેલીઓ યોજવાનો પ્રારંભ કરતા વાતાવરણમાં તનાવ વ્યાપી ગયો હતો.