સરકારને નવો ડ્રાફ્ટ તૈયાર કરવા સુપ્રીમનો આદેશ
સુપ્રીમ કોર્ટે કહ્યું-આનો દુરુપયોગ થઈ શકે છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (ઞૠઈ)ના નવા નિયમો પર આગામી આદેશ સુધી સ્થગિત કર્યા છે. ઈઉંઈં સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યાની બેન્ચે કહ્યું કે આની જોગવાઈઓ અસ્પષ્ટ છે અને તેનો દુરુપયોગ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિયમોનો ડ્રાફ્ટ ફરીથી તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. ઈઉંઈં સૂર્યકાંતે કેન્દ્રને પૂછ્યું, આપણે જાતિવિહીન સમાજની દિશામાં કેટલું હાંસલ કર્યું છે? શું હવે આપણે ઉલટી દિશામાં ચાલી રહ્યા છીએ?
કોર્ટે કહ્યું, “અમને જનરલ કેટેગરીની ફરિયાદોથી કોઈ ફેર પડતો નથી. મુદ્દો એ છે કે જે ખરેખર જરૂરિયાતવાળા ને પીડિત છે તેને ન્યાય મળવો જોઈએ. અમારી ચિંતા એ છે કે જે લોકો અનામતમાં આવે છે તેના માટે નિવારણ પ્રથા યથાવત રહેવી જોઈએ.” આ કેસની હવે પછીની સુનાવણી 19 માર્ચે થશે.
ઞૠઈના નવા નિયમો વિરુદ્ધ મૃત્યુંજય તિવારી, એડવોકેટ વિનીત જિંદલ અને રાહુલ દીવાને અરજીઓ દાખલ કરી છે. આ અરજીઓમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઞૠઈએ જાતિ આધારિત ભેદભાવની ‘બિન-સમાવેશક’ વ્યાખ્યા અપનાવી છે અને અમુક સમુદાયોને સંસ્થાકીય સંરક્ષણમાંથી બહાર રાખ્યા છે.
એક અરજદારના વકીલે દલીલ કરતા કહ્યું કે, ‘જો હું સામાન્ય કેટેગરીનો વિદ્યાર્થી હોઉં, તો કોઈ પણ સિનિયર મને જોઈને ઓળખી જશે કે હું ફ્રેશર છું. ત્યારબાદ મારી રેગિંગ થશે. જો તે સિનિયર અનુસૂચિત જાતિનો હશે, તો ઉલટું મારે જ કાર્યવાહીનો સામનો કરવો પડશે.’ આના પર કોર્ટે પૂછ્યું કે, ‘શું આ જોગવાઈ હેઠળ તમારી રેગિંગની ફરિયાદ પર વિચાર કરવામાં આવશે?’ વકીલે જવાબ આપ્યો, ‘ના. પરંતુ મારી પાસે અન્ય કોઈ સહારો પણ નથી. આગોતરા જામીન પણ કોઈ વિકલ્પ નથી, કારણ કે સરકારે તેમાં સુધારા કર્યા છે. આ છોકરાની કારકિર્દી ખતમ થઈ જશે. એક છોકરો જેને રેગિંગનો સામનો કરવો પડ્યો છે, તેના માટે રેગિંગની વ્યાખ્યાને નિયમોમાંથી કેમ હટાવવામાં આવી? આ વિનિયમો માત્ર જાતિ આધારિત મુદ્દાઓને જ સંબોધિત કરે છે. તે જમીની હકીકતને ધ્યાનમાં લેતા નથી. તે સિનિયર અને જુનિયર વચ્ચેના ભેદને સંબોધિત કરતા નથી.’
‘કાયદાવિદોની સમિતિ આના પર વિચાર કરે’, ઈઉંઈંની ટિપ્પણી
- Advertisement -
અરજદારે ઞૠઈના રેગ્યુલેશનને રદ કરવાની માગ કરી અને તેના પર તાત્કાલિક રોક લગાવવા માટે વિનંતી કરી. અરજદારે એમ પણ કહ્યું કે, જો અમને પરવાનગી મળે તો અમે આનાથી વધુ સારું રેગ્યુલેશન બનાવીને આપી શકીએ છીએ. આના પર ચીફ જસ્ટિસે કહ્યું કે, ‘અમે ઈચ્છીએ છીએ કે કેટલાક કાયદાવિદોની સમિતિ આના પર વિચાર કરે.’



