તિરૂપતિ બાલાજીના પ્રસાદ લડ્ડુમાં પશુની ચરબીની કથિત ભેળસેળ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી કરવામાં આવી છે. જેમાં જસ્ટિસ બીઆર ગવઈના નેતૃત્વ હેઠળની બેન્ચે તપાસ માટે નવી સ્વતંત્ર SIT રચવા આદેશ આપ્યો છે.
કોર્ટે આપ્યો આદેશ
જસ્ટિસ ગવઈએ જણાવ્યું હતું કે, ‘અમે આ આદેશ આપી રહ્યા છીએ, ભગવાનમાં આસ્થા રાખનારા કરોડો લોકોની ભાવનાને ધ્યાનમાં રખતાં અમે SITનું ગઠન કરવા નિર્દેશ આપીએ છીએ. કોર્ટે સીબીઆઈ બે સભ્યો, એપી રાજ્ય પોલીસના 2 સભ્યો અને એફએસએસએઆઈના એક એક્સપર્ટને સામેલ કરતી SIT બનાવવા આદેશ આપ્યો છે.’
- Advertisement -
લોકોને આસ્થાને ઠેસ પહોંચીઃ કોર્ટ
પ્રસાદમાં માંસાહારની કથિત ભેળસેળના આરોપોથી વિશ્વભરના ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે. આ મામલો રાજકીય ડ્રામા ન બને તે હેતુ સાથે અમે સ્વતંત્ર સંસ્થા નિર્મિત કરી તપાસ હાથ ધરીશું, જેથી લોકોનો વિશ્વાસ જળવાઈ રહે.
‘ભગવાનને રાજનીતિથી દૂર રાખો’
- Advertisement -
પાછલી સુનાવણી દરમિયાન જસ્ટિસ ગવઈએ ટીપ્પણી કરી હતી કે, ભગવાનને રાજનીતિથી દૂર રાખો. લેબમાં નિરિક્ષણ કરવામાં આવેલો ટેસ્ટ રિપોર્ટ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. કારણકે, તેમાં પ્રાથમિક ધોરણે ગેરમાન્ય ઘીનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું.
સનાતનને ખતમ કરનારાઓ ધૂળ ચાટતા થઈ જશે, તિરુપતિ પ્રસાદમાં ભેળસેળ એક આઈસબર્ગ જેવું છે, તેની નીચે ઘણું બધું છે: પવન કલ્યાણ
આંધ્રપ્રદેશના શ્રી વેંકટેશ્ર્વર સ્વામી મંદિર (તિરુપતિ મંદિર)ના પ્રસાદમ (લાડુ)માં પશુઓની ચરબી મામલે ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે કહ્યું- પ્રસાદમાં ભેળસેળ એક આઇસબર્ગ (નાનો ભાગ) જેવુ છે. તેની નીચે ઘણું બધું છે જેની તપાસ કરવાની જરૂર છે. ખરેખરમાં લાડુનો વિવાદ સામે આવ્યા બાદ ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે 11 દિવસની પ્રાયશ્ર્ચિત દીક્ષા લીધી હતી. 3 ઓક્ટોબરના રોજ દીક્ષા પૂર્ણ થયા બાદ, તેમણે વેંકટેશ્ર્વર સ્વામીના દર્શન કર્યા અને બાદમાં એક જાહેર સભાને સંબોધી હતી. પવને કહ્યું- સનાતનને ખતમ કરનારાઓ પોતે જ ધૂળ ચાટતા થઈ જશે. હું સનાતન ધર્મનું પાલન કરું છું અને તેના માટે બધો ત્યાગ કરી શકું છું. બીજી તરફ પ્રસાદમાં ચરબી મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. અગાઉ આ સુનાવણી 3 ઓક્ટોબરે થવાની હતી. જે બાદમાં મોકૂફ રાખવામાં આવી હતી.