ગુજરાત સરકારના ભારે વિરોધ છતાં સુપ્રીમ કોર્ટે ફારુકને જામીન આપ્યા
ફારુકને સળગતી ટ્રેન પર પથ્થરમારો કરવા બદલ દોષી ઠેરવાયો હતો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સુપ્રીમ કોર્ટે 2002ના ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં એક દોષિતને જામીન આપ્યા છે. આ ઘટનામાં 59 લોકોના મોત થયા હતા. દોષિત ફારૂકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તે છેલ્લા 17 વર્ષથી જેલમાં છે. ગુજરાત સરકારના ભારે વિરોધ છતાં સુપ્રીમ કોર્ટે ફારુકને જામીન આપ્યા હતા. ફારુકને સળગતી ટ્રેન પર પથ્થરમારો કરવા બદલ દોષી ઠેરવવામાં
આવ્યો હતો. ફારુકે ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો જેથી લોકો સળગતી ટ્રેનમાંથી નીચે ન ઉતરી શકે અને ટ્રેનમાં જ મોતને ભેટે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દોષિત ફારૂક 2004થી જેલમાં છે. તે છેલ્લા 17 વર્ષથી જેલમાં છે. તેથી તેને જેલમાંથી જામીન પર મુક્ત કરવામાં આવે. સુપ્રીમ કોર્ટ ક્રિસમસની રજાઓ પછી જાન્યુઆરીમાં સમાન કેસમાં બાકીના 17 દોષિતોની અપીલ પર સુનાવણી કરશે.