ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં ખૂબ જ ગંભીર રોગ તથા જેમાં સ્વસ્થ થવાની કોઈ કે નહીવત શકયતા ધરાવતા દર્દીને લાઈફ સપોર્ટ સીસ્ટમ દુર કરીને ઈચ્છા મૃત્યુ આપવા અંગેના 2018ની માર્ગરેખામાં હવે ખુદ સુપ્રીમ કોર્ટે જ સુધારો કર્યો છે તેમાં નિર્ણય લેવા માટે દર્દી તેમના કુટુંબીજન અને તબીબની ભૂમિકા નિશ્ચિત કરી તેમાં સરકારી અધિકારીની ભૂમિકા સાવ મર્યાદીત કરી છે. સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ કે.એમ.જોસેફના વડપણ હેઠળની ખંડપીઠે હવે આ પ્રકારના ઈચ્છા મૃત્યુની માંગ સમયે જે બે બોર્ડ રચીને તે આખરી નિર્ણય લેશે તેવી ગાઈડલાઈન 2018માં ઈસ્યુ કરી હતી તેમાં હવે સુધારો કરીને ગંભીર અને જેમાં હવે સારવાર શકય નથી તથા દર્દી લાઈફ સપોર્ટ સીસ્ટમ પર હોય તો તે દૂર કરવા મુદે હવે દર્દી ખુદ તેની કુટુંબીજન કે જે તે હોસ્પીટલના તબીબો સમક્ષની માંગ સમયે એક પ્રાથમીક અને બીજુ રીવ્યુ બોર્ડ રચવાની અને તેમાં જીલ્લા કલેકટર રીવ્યુ બોર્ડ હવે તેવી જોગવાઈ રદ કરતા હોસ્પીટલ સતાવાળા જ રીવ્યુ બોર્ડ રચીને તેઓ જીલ્લા કલેકટર- ડીસ્ટ્રીકટ કક્ષાના નિષ્ણાંત તબીબની નિયુક્તિ કરે તે નિશ્ચિત કરાશે અને આ રીવ્યુ બોર્ડ ફકત 48 કલાકમાંજ તેનો નિર્ણય લેવાનો રહેશે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ હવે લીવીંગ વિલની પ્રક્રિયા પણ સરળ બનાવી છે જેમાં જે તે વ્યક્તિ કોઈ અકસ્માત કે ગંભીર બિમારીમાં તેને લાઈફ સપોર્ટ સીસ્ટમ પર નહી રાખવા જણાવી શકશે અને હવે લીવિંગ વિલમાં અન્ય કોઈ સાક્ષી કે અધિકૃત વ્યક્તિ નહી પણ તે નોટરી અથવા ગેઝેટેડ અધિકારી એટેસ્ટેડ કરી શકશે. અગાઉની પ્રક્રિયા ખૂબ જ લાંબી હતી. ઈચ્છા મૃત્યુમાં સરકારી મંજુરી માટે લાંબો સમય રાહ જોવુ પડતું હતું અને તેનાથી દર્દીની પિડા અને સારવાર ખર્ચ બિનજરૂરી રીતે વધી જતો હતો.
ઈચ્છા મૃત્યુની પ્રક્રિયા સરળ કરતી સુપ્રીમ કોર્ટ
