ભારતમાં રસોઈ ગેસ માટે હાહાકાર
હોટલ-રેસ્ટોરન્ટ્સ બંધ થવાના આરે, ગેસ મળતો નથી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
કેન્દ્ર સરકારે દેશભરમાં ‘એસેન્શિયલ કોમોડિટી એક્ટ 1955 (ઊજખઅ)’ લાગુ કરી દીધો છે. હોર્મુઝ જળમાર્ગના રસ્તે થતી ગેસ સપ્લાય ઠપ થયા બાદ સરકારે આ પગલું ભર્યું છે. ગેસની અછતને ધ્યાનમાં રાખીને દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોએ કોમર્શિયલ ગેસના સપ્લાય પર હાલ પૂરતો પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધને કારણે રેસ્ટોરન્ટ્સ અને હોટલો બંધ થવાની નોબત આવી ગઈ છે. નાના હોટલ અને ભોજનાલય ચલાવનારાઓએ સરકારને કહ્યું છે કે સપ્લાય ફરી શરૂ કરવામાં આવે.
કોમોડિટી એક્ટ લાગુ થયા બાદ હવે 4 કેટેગરીમાં ગેસ વહેંચાશે
પ્રથમ કેટેગરી (સંપૂર્ણ સપ્લાય): આમાં તમારા ઘરનો રસોઈ ગેસ (ઙગૠ) અને વાહનોમાં ભરાતી ઈગૠ આવે છે. તેમને પહેલાની જેમ સંપૂર્ણ ગેસ મળતો રહેશે.
બીજી કેટેગરી (ખાતર કારખાના): ખાતર બનાવતી ફેક્ટરીઓને લગભગ 70% ગેસ આપવામાં આવશે. બસ તેમને એ સાબિત કરવું પડશે કે ગેસનો ઉપયોગ ખાતર બનાવવામાં જ થયો છે.
ત્રીજી કેટેગરી (મોટા ઉદ્યોગો): નેશનલ ગ્રીડ સાથે જોડાયેલી ચાની ફેક્ટરીઓ અને અન્ય મોટા ઉદ્યોગોને તેમની જરૂરિયાત મુજબ લગભગ 80% ગેસ મળશે.
ચોથી કેટેગરી (નાના વ્યવસાયો અને હોટલ): શહેરોના ગેસ નેટવર્ક સાથે જોડાયેલા નાના કારખાનાઓ, હોટલ અને રેસ્ટોરન્ટને પણ તેમની જૂની ખપત મુજબ લગભગ 80% ગેસ આપવામાં આવશે.



