4850 કિલો અનાજનો સ્ટોક પગ કરીખાસ-ખબર સંવાદદાતા
માળીયા શહેરમાં આવેલા માળીયા ગ્રાહક ભંડારમાં રાશનનો પુરતો જથ્થો ન મળતો હોવાની ગ્રાહકની ફરિયાદને પગલે મામલતદારની ટીમે સ્થળ પર ચેકિંગ કર્યું હતું જે ચેકિંગમાં ઘઉંના જથ્થાની ઘટ હોવાનું માલૂમ પડતા ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
માળિયાના રેશનકાર્ડ ધારક ઓસમાણ હારૂન જેડાએ માળિયા મામલતદારમાં ફરિયાદ કરી હતી કે માળિયા ગ્રાહક ભંડારના સંચાલક મયુરભાઈ કપૂરની દુકાને રાશન મળતું નથી જેથી નાયબ મામલતદાર પુરવઠાની ટીમે સ્થળ પર ચેકિંગ કર્યું હતું જે ચેકિંગ કરતા જથ્થો ન હોવાનું જાણવા મળ્યું હતું જેથી દુકાનમાં ઘઉંના જથ્થા બાબતે સંચાલકને પૂછતાં સંચાલકે પાંચ હજાર કિલોગ્રામ ઘઉંની ઘટ છે જે ઊઋછજ મુજબ 4850 કિલોગ્રામ ઘઉં દુકાનમાં હોવા જોઈએ તે પણ નથી તે માટે તેમણે જવાબદારી સ્વીકારી હતી તેમજ દુકાનમાં તહેવાર નિમિતે તેલનો જથ્થો ન હોવા બાબતે પૂછતાં સંચાલકે આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ચલણના રૂપિયા ભરેલા નથી જેથી તેનો જથ્થો ગોડાઉન તરફથી પૂરો પાડવામાં આવ્યો નથી તેવું નિવેદન નોંધાવ્યું હતું.
ટીમના સી જે પટેલ સહિતના અધિકારીની હાજરીમાં પંચ રોજકામ કરાયું હતું જેમાં જણાવ્યું છે કે, માળિયા ગ્રાહક ભંડારની રૂબરૂ મુલાકાત લેતા દુકાનમાં હાજર 50 થી વધુ રેશનકાર્ડ ધારકોની ઘઉં ન મળવા બાબતની રજૂઆત થઇ છે જેથી દુકાનમાં તપાસ કરતાં ઘઉંનો જથ્થો ઉપલબ્ધ નથી તેમ પંચ રોજકામ કરી આગળની કાર્યવાહી ટીમે હાથ ધરી છે. ગયો !!