ખાસ-ખબર ન્યૂઝ કુંકાવાવ
શ્રી રવિભાણ પરંપરા ઉગમફોજના પ્રગટ સમર્થ સંત સદ્દગુરુ શ્રી અમરસાહેબની 33મી નિર્વાણતિથિ દેવગામ આશ્રમ ખાતે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી હતી. જેમાં બટુકભોજન ધ્વજારોહણ,વૃક્ષારોપણ મહાપ્રસાદ આરતીપુજન તેમજ ભજન સત્સંગ જેવા અનેક કાર્યક્રમ યોજાયા હતા. શ્રી અમરસાહેબ આશ્રમ વતી અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે જેમાં વૃક્ષારોપણ, કુતરાને રોટલા, કબુતરોને ચણ, બીમાર ગાયોની સેવા જેવા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે.
- Advertisement -
મહંત ચંદ્રેશભાઈ તેમજ આલિંગભાઈ દ્વારા આ મહોત્સવમાં ભજન, ભોજન અને સત્સંગનો લાભ સત્સંગીઓ લે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમસ્ત મહોત્સવમાં અંદાજિત 5000 હજાર લોકો જુદા જુદા શહેરોમાંથી તેમજ ગ્રામ્યમાંથી આવ્યા હતા. મહંત ચંદ્રેશભાઈ તેમજ આલિંગભાઈ દ્વારા આવેલા તમામ મહેમાનો સત્સંગીઓનું તેમજ સમસ્ત કાર્યક્રમમાં જેમને તન મન અને ધનથી મદદ કરી તેવા લોકોનો સન્માન કરવામાં આવ્યું હતું.