સુનિલકુમાર ગુપ્તાએ રાજકોટ ડિવિઝનના સીનીયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. સુનિલકુમાર ગુપ્તાની નિયુક્તિ આર.સી.મીણાની જગ્યાએ થઈ છે. જેમની રાજકોટ ડિવિઝનમાં સીનીયર ડિવિઝનલ સેફટી ઓફીસર તરીકે બદલી કરવામાં આવી છે. શ્રી ગુપ્તા ભારતીય રેલવે ટ્રાફિક સેવાના 2013 બેચના અધિકારી છે. તેમણે પશ્ર્ચિમ રેલ્વેમાં વડોદરા, નાંદેડ, ગાંધીધામ, અમદાવાદમાં વિવિધ મહત્વની જગ્યાઓ પર કામ કર્યું છે. સીનીયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર (જનરલ) તરીકે કાર્યરત હતા. શ્રી ગુપ્તાએ પશ્ર્ચિમ રેલવેમાં સલામતીના અમલીકરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. શ્રી ગુપ્તાને પુસ્તકો વાંચવામાં ઉંડો રસ છે.
રાજકોટ રેલ્વે ડિવિઝનના સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર તરીકેનો ચાર્જ સંભાળતા સુનીલ ગુપ્તા

You Might Also Like
Follow US
Find US on Social Medias