ખાસ-ખબર સંવાદદાતા
શરદ પૂનમના પવિત્ર દિવસે શ્રી કષ્ટભંજન હનુમાનજીની મહાપૂજા શ્રી સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇનાં હસ્તે કરવામાં આવી હતી. સોમનાથ મંદિર પરિસર ખાતે આજરોજ શરદપૂનમના દિવસથી સુંદરકાંડ પાઠનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હવેથી દર પૂનમે સોમનાથ પરિસરમાં ભક્તો સુંદરકાંડ પાઠનો લાભ લઇ શકશે. જે સુંદરકાંડ પાઠ શાસ્ત્રી જશ્મીનભાઇ દવે અને ગૃપ દ્વારા કરવામાં આવ્યા આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા,અધિકારી, કર્મચારી સોમનાથ મહાદેવના દર્શને આવેલા દર્શનાર્થીઓ પણ જોડાયા હતાં.
સોમનાથ મંદિરમાં શરદ પૂનમનાં દિવસથી સુંદરકાંડ પાઠનો પ્રારંભ
