ખાસ-ખબર સંવાદદાતા
શ્રી સોમનાથ મંદિર ખાતે પૂર્ણિમાંનું વિશેષ માહાત્મય રહેલુ છે, કાર્તિકી પૂર્ણિમાં એ ભગવાન શિવ એ ચંદ્રને મસ્તક પર ધારણ કરેલ ત્યારથી પૂર્ણિમાંએ સોમનાથ મહાદેવના દર્શન વિશેષ ફળદાયી માનવામાં આવે છે, ભક્તો પુનમ ભરવાની બાધા રાખી પૂર્ણિમાં પર્વે સોમનાથ મહાદેવના દર્શનાર્થે શ્રદ્ધાભેર આવતા હોય છે. સોમનાથ મંદિર પટાંગણમાં પૌરાણીક હનુમાનજી મંદિર છે, સોમનાથ આવતા ભક્તો પુર્ણિમાંએ સુંદરકાંડ પાઠનું શ્રવણ કરી દિવ્ય અનુભુતી કરી શકે તેવા શુભહેતુ સાથે દરમાસની પુર્ણિમાંએ સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવે છે. આ પૂર્ણિમાંએ જય સિયારામ સુંદરકાંડ મંડળ સુત્રાપાડા તરફથી સુંદરકાંડના પાઠ સોમનાથ મહાદેવ તથા શ્રી હનુમાનજી અને ઉપસ્થીત યાત્રીઓને શ્રવણ કરાવવામાં આવેલ, આ પાઠમાં શ્રી સોમાનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઇ દેસાઇ સહિત ભક્તો પણ જોડાયેલ હતા, અને તેઓ દ્વારા પણ સુંદરકાંડના પાઠ કરવામાં આવેલ હતા.
પૂર્ણિમાં પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સુંદરકાંડ પાઠ
