દિલ્હી-જળ બોર્ડમાં કહેવાતી ગેરરીતિઓ અંગે ઈડીએ રવિવારે દિલ્હીના મુખ્યમંત્રીને પૂછપરછ માટે બોલાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.18
બીજા એક મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટે દિલ્હી જળ બોર્ડ (ડીજેબી) સંબંધે કહેવાતા મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અને ’આપ’ના નેતા અરવિંદ કેજરીવાલને તા. 18મી માર્ચે જ હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યો છે.
એન્ટી મની લોન્ડરિંગ લો નીચે કેજરીવાલને આ બીજો સમન્સ ઇડીએ મોકલ્યો છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે દિલ્હી એક્સાઇઝ પોલીસી અંગે કેજરીવાલ ઉપર એક સમન્સ તો પાઠવવામાં આવ્યો જ હતો.
ઈડીનો આક્ષેપ છે કે દિલ્હી સરકારનાં એક ખાતાંએ દિલ્હી જળ બોર્ડના કોન્ટ્રાક્ટર પાસેથી લીધેલી રૂશ્વત રાજ્યના શાસક પક્ષ આમ-આદમી-પાર્ટી (આપ)નાં ચૂંટણી ફંડમાં મોકલાઈ હતી.
આ પૂર્વે ઈડીએ કેજરીવાલના પી.એ. વૈભવકુમાર આપના રાજ્યસભાના સાંસદ એન.ડી. ગુપ્તા, ડીજેબીના પૂર્વ સભ્ય રાલભકુમાર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પંકજ મંગલ તથા કેટલાંક અન્યોનાં નિવાસ સ્થાનોએ ફેબુ્રઆરીમાં દરોડા પાડયા હતા.
આ ઉપરાંત ડીજેબીના પૂર્વ એન્જિનિયર જગદીશકુમાર અરોરાનાં નિવાસ સ્થાનોએ પણ દરોડા પાડયા હતા. તે માટે ઈડીએ એક કારણ દર્શાવ્યું હતું કે જે કંપની શણય્ ઇન્ફ્રાસ્ટ્રકચર તે કામ માટે સક્ષમ જ ન હતી તેને દિલ્હી જલ બોર્ડે કોન્ટ્રેક્ટ આપ્યો હતો. આથી ઈડીએ જગદીશકુમાર અરોરા અને કોન્ટ્રેક્ટર અનિલકુમાર અગ્રવાલની જાન્યુઆરી 31મીએ ધરપકડ કરી હતી.
આ અંગે હકીકત એવી છે કે એન.કે.જી. ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડે બનાવટી દસ્તાવેજો ઊભા કરી દિલ્હી જળ બોર્ડનો કોન્ટ્રેક્ટ મેળવ્યો હતો. વાસ્તવમાં તે માટે તેની પાસે ટેકનિકલ ક્ષમતા જ ન હતી.
ઇડીનો આક્ષેપ છે કે તે સમયે રાજ્યના ચીફ એન્જિનીયર તરીકે રહેલા જગદીશકુમાર અરોરાએ કેશમાં અને બેન્ક એકાઉન્ટમાં રૂશ્વત મેળવી હતી. તે રકમ પછીથી ’આમ’ના વિવિધ સભ્યોને કે ” સાથે જોડાયેલા સભ્યોને વહેંચવામાં આવી.
- Advertisement -
વાસ્તવમાં આ કામ માટે રૂા. 10 કરોડ જ જરૂરી હતા. છતાં મોટા અને ખોટા ખર્ચા દર્શાવી તે કામ માટે રૂા. 38 કરોડ ફાળવવામાં આવ્યા. ઈડીનું માનવું છે કે વધારાની 21 કરોડ રૂ. જેટલી રકમ ’આપ’ના સભ્યોને ચૂંટણી ખર્ચ માટે અપાઈ હોવા સંભવ છે.
ઈડીની આ કાર્યવાહી ઉપર પોતાનો આક્રોશ ઠાલવતાં દિલ્હીની ’આપ’ સરકારનાં મંત્રી, અતિશીસે કહ્યું હતું કે તે તમામ આક્ષેપો મન-ઘડંત છે તેમણે (ઈડીએ) વૈભવકુમારના ત્રણે ફોનો કબ્જે કર્યા હતા પણ તેમને માત્ર બે જ જીમેઈલ એકાઉન્ટ ડાઉનલોડ થયેલા મળી શક્યા છે.