ખાસ-ખબર ન્યૂઝ સુલતાનપુર
ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે ક્ધયાશાળાના મેદાનમાં યોજાયેલી વિશાળ ગ્રામસભામાં ખેડૂતો અને ગામલોકોએ કમોસમી વરસાદથી થયેલા પાકનુકસાન અંગે ચર્ચા કરી હતી. મગફળી, કપાસ, ડુંગળી અને તલ સહિતના પાકને ભારે નુકસાન પહોંચતાં ખેડૂતો આર્થિક સંકટમાં ધકેલાયા છે. આ પરિસ્થિતિમાં ગામલોકોએ એકમતથી સરકારના સર્વેનો બહિષ્કાર જાહેર કર્યો. સરપંચ પ્રતિનિધિ કાકુભાઈ વાછાણીએ જણાવ્યું કે, ગ્રામ પંચાયત ખેડૂતોના પક્ષમાં છે અને તેમની વેદના સરકાર સુધી પહોંચાડશે. સભામાં સરકારે યોગ્ય વળતર આપવાની માગ ઉઠી હતી.



