અરબ દુનિયાના સૌથી જુના સ્વતંત્ર રાજ્ય ઓમાનના સુલ્તાન હૈથમ બિન તારિક પોતાની પહેલી રાજકીય યાત્રા પર ભારત પહોંચ્યા છે. આજે સવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજભવનમાં તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
સુલ્તાન હૈથમ બિન તારિક ભારતની ત્રણ દિવસીય પ્રવાસ રાજકીય યાત્રા પર ગઇકાલે દિલ્હી પહોંચ્યા હતા. તેમનું સ્વાગત કેન્દ્રિય વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરણે કર્યું હતું. આ પ્રવાસ ભારત અને ઓમાનની વચ્ચેની મિત્રતા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરશે.
- Advertisement -
#WATCH | Delhi: Ceremonial welcome accorded to Sultan Haitham Bin Tarik of Oman at Rashtrapati Bhavan, accompanied by President Droupadi Murmu and Prime Minister Narendra Modi pic.twitter.com/qC9RvPuYqp
— ANI (@ANI) December 16, 2023
- Advertisement -
વિદેશ મંત્રી જયશંકર સાથે મુલાકાત કરી
સુલ્તાને પ્રવાસ પહેલા દિવસે વિદેશ મંત્રી ડો. એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. આ દરમ્યાન બંન્ને દેશો સાથે જોડાયેલા કેટલાક મહત્વના મુદા પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, વિદેશ મંત્રાલય ભારત અને ઓમાનની વચ્ચે રાજનૈતિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવામાં સુલ્તાનના માર્ગદર્શનને મહત્વ આપે છે. રાજકીય પ્રવાસની શરૂઆતમાં ઓમાનના મહામહિમ સુલ્તાન હૈથમ બિન તારિક સાથે મુલકાત ગર્વની વાત છે તેમ જણાવ્યું હતું.
Honoured to call on His Majesty Sultan Haitham Bin Tarik of Oman as he begins his State visit.
Value his guidance for further deepening of our Strategic Partnership. pic.twitter.com/UXnc2jSi8O
— Dr. S. Jaishankar (@DrSJaishankar) December 15, 2023
બંન્ને દેશોના સંબંધોને મજબૂત કરવાનો પ્રયત્ન
જણાવી દઇએ કે આ વર્ષ વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરન ઓમાનના પ્રવાસે ગયા હતા. 18-19 ઓક્ટોમ્બરના તેમના પ્રવાસ પછી સુલ્તાન ભારતના પ્રવાસે પહોંચ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરવિંદ બાગચીએ તેમના ભારત પ્રવાસ વિશે જણાવ્યું કે, તેમના આ પ્રવાસથી ભારત અને ઓમાનના સંબંધો વધારે મજબૂત બનશે. બંન્ને દેશોની વચ્ચે પરસ્પર સહયોગ અને મિત્રતાને મજબૂત બનાવવામાં આ એક મહત્વનો પ્રયત્ન સાબિત થશે. જણાવી દઇએ કે, ઓમાનના 150થી વધારે કાર્ય સમૂહ બેઠકોમાં સક્રિય રૂપથી ભાગ લીધો હતા. જી-20 દેશોની મંત્રીસ્તરીય બેઠકમાં ઓમાનના 9 મંત્રીઓએ ભાગ લીધો હતો.
🇮🇳🇴🇲| Taking forward millennia old friendship!
President Droupadi Murmu @rashtrapatibhvn and PM @narendramodi extended a warm reception to His Majesty Sultan Haitham bin Tarik of Oman at the forecourt of the Rashtrapati Bhavan.
A momentous occasion symbolizing the time-tested… pic.twitter.com/3XEBw0m26g
— Arindam Bagchi (@MEAIndia) December 16, 2023
ભારત અને ઓમાનની મિત્રતા ઘણી જુની છે
ઓમાનના રાષ્ટ્રધ્યક્ષની સાથે વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓએ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારતના પ્રવાસે પહોંચ્યા છે, ભારત અને ઓમાનની વચ્ચે ઔતિહાસિક સાંસ્કૃતિક અને આર્થિક સંબંધો પર આધારિત મિત્રતા છે. બંન્ને દેશોની વચ્ચે રાજનૈતિક સંબંધ વર્ષ 19995માં સ્થાપિત થયા હતા અને વર્ષ 2008માં સંબંધો રાજનૈતિક રૂપે આગળ વધ્યા હતા, જ્યારે તાત્કાલિન વડાપ્રધાન ડો.મનમોહન સિંહે ત્યારે અખાત દેશોના પ્રવાસ પણ કર્યા હતા. વર્ષ 2008માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓમાનની યાત્રાને બંન્ને દેશોની વચ્ચે દ્વિપક્ષઈય સંબંધોમાં એક મહત્વપૂર્ણ અધ્યાય જોડાઇ શકશે.